શું તૈમુરની નૈનીને કરીના-સૈફ આપે છે હર મહિને 2.5 લાખ સેલેરી ? વર્ષો બાદ તોડી ચુપ્પી…જાણો આખી મેટર

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે. તૈમૂર તેના જન્મથી જ સોશિયલ મીડિયા સેન્સેશન છે. નાની ઉંમરમાં પણ તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તૈમૂર જ્યાં પણ જાય છે, પેપરાજી તેને કેમેરામાં કેદ કરવાનો મોકો નથી છોડતા. તૈમુરની સાથે તેની નૈની લલિતા ડી’સિલ્વા પણ સોશિયલ મીડિયા પર ઘણા ફેમસ થઈ ગયા છે.

તૈમૂર જ્યાં પણ જાય છે, તેની આયા હંમેશા તેની સાથે પડછાયાની જેમ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત લલિતાની ફીના સમાચાર પણ આવતા રહે છે. એવો દાવો કરવામાં આવે છે કે તે લાખોમાં પગાર લે છે. આવી સ્થિતિમાં લલિતા ડી’સિલ્વાએ પહેલીવાર પોતાની સેલરી વિશે સત્ય જણાવ્યું છે. તૈમુર અલી ખાનની આયા લલિતા ડી’સિલ્વાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં તૈમુર અને જેહ વિશે ઘણી વાતો કરી હતી.

તેમણે દર મહિને અપાતા પગાર પર પણ પોતાનું મૌન તોડ્યું. લલિતાને પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે કરીના અને તેના પતિ સૈફ અલી ખાને નૈનીને લગભગ 2.5 લાખ રૂપિયા પગાર આપે છે. લલિતાએ કહ્યું, ‘2.5 લાખ રૂપિયા ? કાશ મને આટલો પગાર મળતો હોત,મારી ઇચ્છા છે, તમારા મોઢામાં ઘી-સાકર. આ બધી માત્ર અફવાઓ છે.

આ પછી જ્યારે લલિતાને પૂછવામાં આવ્યું કે શું તેણે આ વિશે કરીના કપૂર સાથે વાત કરી છે. આના પર તેણે હામાં જવાબ આપ્યો. લલિતાએ કહ્યું કે કરીનાએ તેને કહ્યું હતું કે, ‘બહેન, આ બધી મજાક છે. તેને ગંભીરતાથી ન લો.’ આ પછી મને સમજાયું કે બધું માત્ર અફવા છે બીજું કંઈ નથી. જણાવી દઈએ કે તૈમૂર પછી લલિતા પણ જેહની પણ દેખરેખ રાખે છે. બંને બાળકો લલિતાની ખૂબ નજીક છે.

Shah Jina