આ તો ખાલી બહાનુ છે..” હાર્દિક પંડયાને કેપ્ટન નહિ બનાવવા પર પાકિસ્તાન ક્રિકેટરને કેમ પેટમાં દુખ્યું? આ શું બોલ્યો?

હાર્દિક પંડ્યાને ફિટનેસનો હવાલો આપી કેપ્ટન ન બનાવવા પર પૂર્વ પાક ક્રિકેટરે લગાવી BCCIને લતાડ

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઇ ચૂકી છે. આ સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. પહેલા એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. અજીત અગરકરના આ નિર્ણયથી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતીફ ખુશ નથી. તેમણે કહ્યું, હાર્દિકને ફિટનેસના બહાને કેપ્ટનશિપ આપવામાં આવી નથી.

રાશીદ લતીફે કહ્યું, ‘ના, અહીં તેઓએ હાર્દિક પંડ્યાને સર્ટિફિકેટ આપ્યું કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. તેની ફિટનેસને લઈને હજુ પણ ઘણા સવાલો છે. ઘણા એવા ખેલાડીઓ છે જે ફિટ નહોતા પરંતુ તેમ છતાં તેઓ ઘણા સારા કેપ્ટન બની ગયા છે. મને લાગે છે કે તે એક બહાનું છે. કારણ કે સૂર્યકુમાર યાદવનું નામ આ પહેલાથી ક્યાંય નહોતુ. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે હાર્દિક પંડ્યા જેવી સ્કિલ સેટ અને ફિટનેસ મળવી મુશ્કેલ છે.

અમને થોડો વધુ સમય મળ્યો છે અને અમે કેટલીક વસ્તુઓ જોઈ શકીએ છીએ. ફિટનેસ એક મોટો પડકાર હતો અને અમે એક એવો ખેલાડી ઇચ્છતા હતા જે અવારનવાર ઉપલબ્ધ રહે.’ જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 16 ટી20 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેણે 10 મેચોમાં જીત અપાવી છે અને એક મેચ ટાઈ રહી છે.

ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ , ખલીલ અહમદ, મોહમ્મદ સિરાજ.

Shah Jina