OTT પ્લેટફોર્મે ઘણી અભિનેત્રીઓને ઘણી ખ્યાતિ આપી છે. આ અભિનેત્રીઓમાં એક નામ છે અન્વેશી જૈન. અન્વેશી જૈનને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે મનોરંજનની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અન્વેશી જૈન, જેણે એકતા કપૂરની ઓલ્ટ બાલાજી પરની ઇરોટિક વેબ સિરીઝ ગંદી બાતથી અભિનયની શરૂઆત કરી હતી, તે આજે તેની બોલ્ડનેસ માટે ખૂબ જ લોકપ્રિય છે.
જો કે એક સમય એવો હતો જ્યારે અન્વેશી તેના શરીરને ખૂબ કોસતી હતી. અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને લગભગ દરરોજ પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અન્વેશીએ એકવાર કહ્યુ હતુ કે કોલેજમાં તેના શરીરની મજાક ઉડાવવામાં આવી હતી. આવું ચાર વર્ષ સુધી ચાલુ રહ્યુ. તે તેના શરીરને નફરત કરવા લાગી હતી અને ખૂબ કોસ કરતી હતી.
જણાવી દઇએ કે, હવે અન્વેશી તેના જીવનના તે તબક્કાથી ઘણી આગળ વધી ગઈ છે. આજે તે સેલિબ્રિટી બની ગઈ છે. લાખો લોકો તેને ફોલો કરે છે. વેબ સિરીઝ ઉપરાંત અન્વેષી જૈન બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.અન્વેશી જે ઈન્દોરની વતની છે તેને વર્ષ 2019માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.
અત્યાર સુધી તેણે ઘણી તમિલ, ગુજરાતી અને બોલિવૂડ વેબ સિરીઝમાં કામ કર્યું છે અને તે અભિનય ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોઅર્સ છે. અન્વેશી જૈને ઈન્દોરની એક કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ તેણે ઈવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનું શરૂ કર્યું.
તેમાં સફળતા મેળવ્યા બાદ તેણે ઘણા પ્રખ્યાત લોકોની ઈવેન્ટ્સમાં એન્કરિંગની સાથે એક્ટિંગના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. જો કે ચોક્કસથી શરૂઆતમાં તેને બોડી શેમિંગનો શિકાર બનવું પડ્યું, પરંતુ સમયની સાથે તેની એક્ટિંગમાં સુધારો થવા લાગ્યો અને તેને ઘણી મોટી વેબ સિરીઝમાં કાસ્ટ કરવામાં આવી.
ત્યારબાદ લોકોએ તેની એક્ટિંગ અને બોલ્ડનેસની પ્રશંસા કરી અને તેના વિશે ગૂગલ પર ખૂબ સર્ચ કર્યું.આ પછી અન્વેશીની ફેન ફોલોઈંગ ટોપ નંબર પર પહોંચી ગઈ. અન્વેશી જૈને ઓટીટી પર એકતા કપૂરની વેબ સિરીઝ ગાંધી બાતથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. મધ્યપ્રદેશના ખજુરાહોની રહેવાસી અન્વેશી જૈને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે.
એન્જિનિયરિંગ પછી એમબીએમાં એડમિશન લીધું.પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો. જ્યારે અન્વેષી જૈન એમબીએ કોલેજમાં ગઈ ત્યારે તેનો અભિનય તરફનો ઝુકાવ વધ્યો. અભ્યાસ દરમિયાન જ તેને કેટલાક મોડેલિંગ અસાઇનમેન્ટ માટે ઓફર મળવા લાગી. અન્વેશીએ એમબીએનો કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો.