“પોતાના બાળકો પર સખ્ત ના બનો કારણ કે…” – છૂટાછેડા પછી નતાશાની પેરેંટિંગ પોસ્ટ વાયરલ, હાર્દિક પર આડકતરો પ્રહાર?

‘પોતાના બાળકો પર સખ્ત ના બનો કારણ કે…’ હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ પેરેંટિંગ પર શેર કરી મેસેજ

હાર્દિક પંડ્યાથી અલગ થઇને પેરેંટિંગ પર બોલી નતાશા : કહ્યુ- દુનિયા કઠિન છે એટલે બાળકો પર સખ્ત ના થાવ, પ્રેમ કઠિન નહિ પણ કિસ્મત ટફ છે…

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. થોડા સમય પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. જ્યારે હાર્દિક તેના પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે, ત્યારે નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમટાઉન સર્બિયામાં છે. છૂટાછેડાની જાહેરાત પહેલા જ નતાશા તેના પુત્ર સાથે સર્બિયા ગઈ હતી. હાલમાં તે પોતાના પુત્ર સાથે ખૂબ એન્જોય કરી રહી છે.

અલગ થયા પછી નતાશા અને હાર્દિક તેમના પુત્ર અગસ્ત્યને કો-પેરેંટ કરવા જઈ રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં આ અંગેની માહિતી આપી હતી. હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ પેરેન્ટિંગને લઈને એક પોસ્ટ શેર કરી છે, જે વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ પછી નતાશાએ અગસ્ત્ય ડ્રોઇંગનો ફોટો પણ શેર કર્યો હતો.

નતાશાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું – ‘તમારા બાળકો પર સખ્ત ન બનો કારણ કે દુનિયા કઠિન જગ્યા છે. આ સાચો પ્રેમ નથી, આ બેકાર નસીબ છે. સત્ય એ છે કે જ્યારે તેઓ તમારા માટે જન્મે છે, ત્યારે તમે તેમની દુનિયા છો, અને તેમને પ્રેમ કરવાનું તમારું કામ છે.’ જણાવી દઈએ કે હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા.

તે જ વર્ષે, 30 જુલાઈ 2020ના રોજ નતાશાએ અગસ્ત્યને જન્મ આપ્યો. હાર્દિક અને નતાશાએ 2023માં ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.નતાશાએ ફિલ્મ ‘સત્યાગ્રહ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કે તેને બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’થી ખ્યાતિ મળી હતી. આ સિવાય તે ‘બિગ બોસ-8’ અને ‘નચ બલિયે-9’માં પણ જોવા મળી છે.

Shah Jina