ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સવારથી વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે, જ્યારે વડોદરામાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગર, બોટાદ તેમજ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં જ્યારે 6 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે.
8-9-10 ઓગસ્ટનારોજ મહારાષ્ટ્રમાં તો 11-12 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડશે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે.
ક્યાં ક્યાં આજે વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ
- આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને, બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
- જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી