અમદાવાદ : નિકોલમાં કાર પિલ્લર સાથે અથડાતા મહિલાનું ગંભીર ઇજાઓને કારણે મોત, બાળક ઘાયલ

અમદાવાદ : નિકોલમાં કાર પિલ્લર સાથે અથડાતા મહિલાનું ગંભીર ઇજાઓને કારણે મોત, બાળક ઘાયલ

ગુજરાતમાં અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી.એક મહિલાનું કારથી કચડાઇ જતાં મોત થયુ છે અને એક બાળકને ઇજા પહોંચી છે. કાર પિલ્લર સાથે અથડાવાને કારણે મહિલા કચડાઇ ગઇ હતી અને તેનું ગંભીર ઇજાઓને પગલે મોત થયુ હતુ.

હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. નિકોલના અબજીબાપા ગ્રીન સોસાયટીના ગેટ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક મહિલા બાળક સાથે ગેટ પાસે બેઠી હતી તે દરમિયાન જ આ ઘટના બની. રિવર્સ લેવા જતાં કાર ધડાકાભેર પિલ્લર સાથે અથડાઇ અને બેસેલી મહિલા કચડાઇ ગઇ.

આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું જ્યારે બાળકને હોસ્પિટલ ખસેડાયુ. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

Shah Jina