ઘણા વર્ષો સુધી નાના પડદા પર રાજ કરનાર અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ ચાહકો વચ્ચે લોકપ્રિય છે. આજે પણ શ્વેતા તિવારીનું નામ સાંભળતા જ લોકોના મનમાં પહેલા ‘પ્રેરણા’ નામ આવી જ જાય છે, જે પાત્રએ શ્વેતાને ટીવી ક્વીન બનાવી હતી.
લોકો અવારનવાર શ્વેતા તિવારીની ફેશન સેન્સના વખાણ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેની તસવીરો જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.
શ્વેતા તિવારીએ જે ફોટોશૂટની ઝલક બતાવી છે, તેમાં તે બાથરૂમમાં બાથરોબ પહેરી પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ શ્વેતાના વાઇલ્ડ પોઝના દિવાના બની ગયા છે. અભિનેત્રી પોતાની સ્ટાઈલના જાદુથી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.
આ ઉંમરે પણ શ્વેતા તિવારીના ચહેરા પરની ચમક બધાનું ધ્યાન ખેંચી રહી છે. તસવીરોમાં માત્ર શ્વેતાનો સુપર બોલ્ડ લુક જ નહીં પરંતુ તેની કિલર સ્ટાઈલ પણ ચાહકોના દિલ જીતી રહી છે.
બે બાળકોની માતા શ્વેતાનો બોલ્ડ અને હોટ લુક હાલમાં ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. શ્વેતા તિવારીની આ લેટેસ્ટ પોસ્ટ પર યુઝર્સની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એકે કમેન્ટ કરી, ‘હોટ’. જ્યારે બીજાએ કહ્યું, ‘માતા દીકરી કરતાં હોટ છે.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘ક્યૂટ સ્માઈલ’.