સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેર ડ્રેસર એક મહિલાને ટોપલીના આકારની હેરસ્ટાઈલ આપતો જોઈ શકાય છે. આ ક્લિપ હાલમાં ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય છે. જ્યાં એક તરફ લોકો મહિલાની હેર સ્ટાઈલ તરફ આકર્ષિત થઈ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો રસપ્રદ કમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં હેર આર્ટિસ્ટ મહિલાના વાળ સાથે અનોખો પ્રયોગ કરતો જોવા મળે છે. ક્લિપમાં તે પહેલા મહિલાના વાળ પર ટોપલીનો આકાર બનાવે છે અને અંતે તેના પર હેન્ડલ બનાવે છે. આ પછી તે આ ટોપલીમાં સફરજન, દ્રાક્ષ, કેરી અને કેળા મૂકે છે. ફ્રુટ બાસ્કેટની હેરસ્ટાઈલ બનાવ્યા બાદ તે વ્યક્તિ દ્રાક્ષ ઉઠાવી ખાતો પણ જોઈ શકાય છે.
આ વીડિયો ઇન્સ્ટા પર @kamal_hairstylist_official નામના યુઝરે શેર કર્યો છે જેને 13 કરોડ 60 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ પોસ્ટને 1 કરોડ 60 લાખથી વધુ લોકોએ લાઈક પણ કરી છે. રીલનો કોમેન્ટ સેક્શન રમુજી પ્રતિક્રિયાઓથી ભરેલો છે. એક યુઝરે લખ્યું- હીરામંડી નહિ શબ્જીમંડી. અન્ય એક યુઝરે લખ્યું કે હવે છોકરીઓને તેમનો સામાન લઈ જવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. અન્ય એક યુઝરે લખ્યું, આ સૌથી ક્યૂટ ફ્રુટ બાસ્કેટ છે.
View this post on Instagram