દર મહિને શું સોફ્ટવેર એન્જીનિયરથી પણ વધારે કમાય છે Zomato-Swiggy ડિલીવરી બોય ? કમાણી જાણીને આંખો પહોળી થશે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે IT કંપનીઓમાં કામ કરતા એન્જિનિયરો વધુ કમાય છે, પરંતુ એવું નથી. હા, કેટલાક એન્જિનિયરોની સેલેરી ચોક્કસ લાખોમાં હોય છે અને કેટલાકના પેકેજ કરોડોમાં પણ હોય છે, પરંતુ ઘણા એન્જિનિયર્સ એવા છે જે એવરેજ કમાય છે, પણ આજકાલ સોશિયલ મીડિયા પર એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Zomato અને Swiggy જેવી કંપનીઓમાં કામ કરતા ડિલિવરી બોય સોફ્ટવેર એન્જિનિયરો કરતાં પણ વધુ કમાણી કરે છે.ફુલ ડિસ્ક્લોઝર ચેનલની એક મહિલા યુટ્યુબરે Zomato અને Swiggy બંને કંપનીઓના ડિલિવરી એજન્ટ્સનો ઇન્ટરવ્યુ લીધો છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

ડિલિવરી એજન્ટોના જણાવ્યા અનુસાર, તેઓ દર મહિને 40-50 હજાર રૂપિયા કમાય છે, જે IT કર્મચારીઓની એવરેજ માસિક આવક કરતાં વધુ છે. એક કર્મચારીએ તો ત્યાં સુધી કહ્યું કે તે માત્ર 6 મહિનામાં 2 લાખ રૂપિયા બચાવવામાં સફળ થયો. એક ઝોમેટો ડિલિવરી એજન્ટે જણાવ્યુ, ‘હું દરરોજ 1500-2000 રૂપિયા કમાઉ છું.

મારી સાપ્તાહિક કમાણી 10,000-12,000 રૂપિયાની આસપાસ છે અને હું દર મહિને લગભગ 40,000-50,000 રૂપિયા કમાઉ છું. અમને ટીપ પણ મળે છે અને ટિપથી અમે દર મહિને 5,000 રૂપિયા સુધીની કમાણી કરી શકીએ છીએ. જો કે અમને પ્રતિ કિલોમીટર 10 રૂપિયા મળે છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે અમે વધુ કમાણી કરીએ છીએ. હું બચત પણ કરુ છું.

દર મહિને હું લગભગ 30 હજાર રૂપિયા બચાવી લઉં છું. મેં 6 મહિનામાં 2 લાખ રૂપિયા બચાવ્યા છે. આ પૈસાથી હું મારા ગામમાં બિઝનેસ શરૂ કરવા માંગુ છું. આ વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મેં ડિલિવરી પાર્ટનર તરીકે પણ કામ કર્યું છે, પરંતુ ડિલિવરી પાર્ટનર તરીકે 40 હજાર રૂપિયા કમાવવા સરળ નથી.

તમારે દિવસમાં 12 કલાકથી વધુ કામ કરવું પડે છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મને ખબર નહોતી કે ડિલિવરી બોય પણ આટલા પૈસા કમાય છે. હવે હું એક બાઇક ખરીદી જ લઉ છું. બીજા એક યુઝરે લખ્યું કે ‘આ વિડિયોના અંતથી મને એ વાતનો અહેસાસ થયો કે તમને જે કામ કરવું ગમે છે તેના માટે ક્યારેક જોખમ ઉઠાવવું જરૂરી છે.

Shah Jina