રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 3’ની ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો આ શોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘરુવાળા વચ્ચે દરરોજ ઝઘડા અને ઝપાઝપીની નવા નવા કિસ્સાઓ વાતો જોવા મળી રહ્યા છે. શોની કેટલીક વિચિત્ર ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે, જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે.
બિગ બોસ ઓટીટી 3ની કંટેસ્ટેંટ શિવાની કુમારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો પોતાનું હસવાનું નથી રોકી શકતા. વીડિયોમાં શિવાની અને સના બેઠા છે અને કૃતિકા તેમની પાસે ઉભી છે. આ દરમિયાન શિવાની કુમારી આગળની દિવાલ પર ‘મેનફોર્સ’નું પોસ્ટર જુએ છે અને તેના વિશે સવાલ કરે છે.
જણાવી દઈએ કે મેનફોર્સ કોન્ડોમ બિગ બોસના સ્પોન્સર્સમાં સામેલ છે અને આવી સ્થિતિમાં શોમાં તેનું બ્રાન્ડિંગ થઇ રહ્યુ છે. આ જોઇ શિવાની કુમારી પૂછે છે કે ‘આ મેનફોર્સ શું છે?’, આ પછી સના સુલ્તાન કૃતિકાને કહે છે, ‘બતાઓ બતાઓ, મતલબ’.
કૃતિકા મલિક જવાબ આપે છે, આ પ્રિકોશન હોય છે. શિવાની ફરી પૂછે છે આ શું હોય છે તો કૃતિકા કહે છે કોન્ડમ. કૃતિકાના મોંથી કોન્ડમ સાંભળી શિવાની બોલે છે અચ્છા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આના પર ફની રિએક્શન આપી રહ્યા છે.
Shivani asked Kritika Bhabhi, what is ManForce. pic.twitter.com/IXUh1bYdqN
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 19, 2024