મોટી ટાંકી લઇને મહાદેવને જળ ચઢાવવા પહોંચ્યો વ્યક્તિ, કાંવડ યાત્રીને જોઇ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

501 લીટરની કાવડ લઇને જઇ રહ્યો હતો વ્યક્તિ, વીડિયો જોઇ ઇન્ટરનેટની જનતા પણ કરવા લાગી અલગ અલગ વાતો

ભોલેનાથના ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. આ મહિનામાં એક તરફ લોકો ઘરમાં રહીને સોમવારનું વ્રત રાખે છે અને તન-મનથી ભગવાનની પૂજા કરે છે તો બીજી તરફ કેટલાક લોકો આ માસમાં પાણી ભરીને કાંવડ યાત્રાએ જાય છે. ગરમી અને વરસાદના આ મહિનામાં કાવડિયા તમામ મુશ્કેલીઓને પાર કરીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય છે. પરંતુ કેટલાક લોકો કાંવડયાત્રા દ્વારા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે.

આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ભારે પાણીની ટાંકી ખેંચતો જોવા મળી રહ્યો છે. આ ક્લિપના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પણ વ્યક્તિની ભક્તિને તેમની નજરથી જોઈ રહ્યા છે. કાંવડ યાત્રામાં નીકળનારાઓને કેટલાય કિલોમીટર સુધી પગપાળા મુસાફરી કરવી પડે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની સાથે ઓછામાં ઓછો સામાન લઈને ઘરની બહાર નીકળે છે. જો કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ પોતાની સાથે માત્ર 501 લીટર પાણીની ટાંકી લઈને પ્રવાસ કરતો જોવા મળી રહ્યો છે.

ટ્રોલી પાછળ લાગેલા પોસ્ટરમાં કાંવડયાત્રી વિશે પણ લખેલુ છે. ટ્રોલીની પાછળના પોસ્ટરમાં લખ્યું છે કે આ પહેલી નદી કાંવડ છે અને વિશાળ દળ કાંવડ યાત્રા છે. નીચે લખેલું છે કે તે દિલ્હીના કરાલા ગામથી હરિદ્વાર તરફ જઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને @deepak_s_vlogs નામના યુઝરે શેર કરતા લખ્યું- 501 કિલોની કાવડ પહોંચી હરિદ્વાર. ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ વ્યક્તિની ભક્તિ પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ભાઈ ક્યાં ચઢાવશો 500 લિટર ? નીલકંઠમાં તો એટલી ભીડ હોય છે. મંદિરમાં કેવી રીતે લઇ જશો 500 લિટરની ટાંકી ? ભક્તિ કરો પણ પાખંડ નહીં. અન્ય એક યુઝરે લખ્યું, ‘પાણીનો એક ઘડો પૂરતો છે, આ બધુ માત્ર દેખાડો છે.’ જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ જોયો છે. આ પોસ્ટને 5 લાખથી વધુ લોકોએ લાઈક પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepak singh (@deepak_s_vlogs)

Shah Jina