વેકશન મનાવી પત્ની અને દીકરી સાથે પરત ફર્યો રોહિત શર્મા, કરોડોની કાર જાતે ચલાવી થયો છુમંતર

પત્ની અને દીકરી માટે કરોડોની કાર ચલાવી ડ્રાઈવર બન્યો રોહિત શર્મા, વેકેશન મનાવી પરત ફર્યા બાદ થઇ ગયો રફુચક્કર

ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ રોહિત શર્મા પરિવાર સાથે વેકેશન મનાવવા ગયો હતો. ત્યારે યુએસએમાં છુટ્ટી મનાવ્યા બાદ રોહિતને હાલમાં જ પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાનના બે વીડિયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં રોહિત મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.

આ સાથે પત્ની રિતિકા સજદેહ અને દીકરી સમાયરા પણ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રોહિત જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડેલી જોઇ શકાય છે. ચાહકો હિટમેનની કાર પાસે ઉભા રહી ગયા અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. રોહિત શર્માએ એરપોર્ટ પર તેના ચાહકોને નિરાશ ન કર્યા અને થોડી સેલ્ફી લઇ સીધો કારની ડ્રાઇવિંગ સીટમાં બેસી ગયો.

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની જર્સી જેવા રંગની લગભગ 4 કરોડની લેમ્બોર્ગિની કારમાં સવાર થઇ પુત્રી અને પત્ની સાથે ચાલ્યો ગયો. જણાવી દઇએ કે, રોહિત માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ વ્યસ્ત રહેવાના છે કારણ કે ટૂંક સમયમાં તે શ્રીલંકા માટે રવાના થશે. ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે, પરંતુ ODI સીરીઝ 2 ઓગસ્ટથી શરૂ થશે જેમાં ‘હિટમેન’ કેપ્ટનશીપ કરશે.

મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને તેમની સાથે ટી-20 સ્ક્વોડ પહેલાથી જ શ્રીલંકા પહોંચી ગઈ છે અને ટીમે નવા કોચ સાથે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. જો કે, ભારત ચેમ્પિયન બન્યા બાદ આ પહેલીવાર હશે જ્યારે રોહિત શર્મા મેદાનમાં રમતો જોવા મળશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2-7 ઓગસ્ટ દરમિયાન ત્રણ વનડે મેચ રમાશે. રોહિત ઉપરાંત વિરાટ કોહલી પણ આ વનડે સીરીઝ રમશે.

Shah Jina