અરરર, વધુ એક રિયાલિટી શોનો ઇંટીમેટ સીન લીક, Bigg Boss OTT 3 ની જેમ મચી જશે બબાલ

વધુ એક રિયાલિટી શો નો ઇંટીમેટ સીન લીક, બેશરમો એવી ગંદી ગંદી હરકતો કરતા ઝડપાયા કે મચી જશે બબાલ, જુઓ વીડિયો

હાલમાં જ કૃતિકા મલિક અને અરમાન મલિકનો ઈન્ટીમેટ વીડિયો કે જે ‘બિગ બોસ OTT 3’માંથી લીક થયો હતો તેણે ઘણી ધૂમ મચાવી. લોકોનું કહેવું છે કે આવા ફેમિલી શોથી યુવા પેઢીના માનસ પર નકારાત્મક અસર પડે છે. જો કે, બાદમાં ખબર પડી કે આ વીડિયો નકલી હતો અને કોઈએ તેની સાથે છેડછાડ કરી હતી.

જો કે હજુ તો આ મામલો થાળે પડ્યો નહોતો કે વધુ એક રિયાલિટી શોનો એક અશ્લીલ ઈન્ટીમેટ સીન લીક થયો છે. ફેમસ શો ‘લવ આઇલેન્ડ 2’ કે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે તે શોમાંથી કંટેસ્ટેંટનો ઇંટીમેટ વીડિયો સામે આવ્યો છે. આ શો એક ડેટિંગ શો છે, જેનો નવો એપિસોડ ગુરુવારે રાત્રે ટેલિકાસ્ટ થયો હતો.

જણાવી દઈએ કે રિયાલિટી શો ‘લવ આઈલેન્ડ 2’માં જોય એસેક્સ અને જેસી પોટ્સને ટાસ્ક દરમિયાન એક રાત માટે વિલા મોકલવામાં આવ્યા હતા. શોના ફોર્મેટની વાત કરીએ તો બંનેને રાત્રે ઘરની અંદર છુપાવા માટે મોકલવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે દરમિયાન બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા.

શોના પ્રથમ એપિસોડના ટેલિકાસ્ટ પછી એવું જોવા મળ્યું કે તેઓ જે રૂમમાં હતા તેની લાઇટ બંધ હતી અને નજીકમાં રાખેલી શેમ્પેનની ડોલ ગાઢ અંધકારમાં ધ્રૂજી રહી હતી. આવી સ્થિતિમાં યુઝર્સનું કહેવું છે કે અંધારાનો ફાયદો ઉઠાવીને બંને ઈન્ટિમેટ થઈ ગયા. ઘણા લોકો આ સીનને કારણે શોની ટીકા પણ કરી રહ્યા છે.

Shah Jina