બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતી ચોપરાએ હાલમાં એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને જોયા પછી ચાહકો સતત અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના 10 મહિના બાદ તેના અને રાઘવ ચડ્ડા વચ્ચે કોઈ સમસ્યા ઊભી થઈ છે. જણાવી દઇએ કે, ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે પરિણીતી ચોપરાએ રાઘવ ચડ્ડા સાથે લગ્ન કર્યા હતા.
હાલમાં પરિણીતીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુઃખી હૃદય સાથે બોટમાં બેઠેલી જોવા મળી રહી છે. તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તેને કોઈ વાતની ચિંતા હતી. અભિનેત્રીએ નો મેકઅપ લુક સાથેના આ વીડિયો સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે. પરીએ કેપ્શનમાં લખ્યુ- આ મહિનેસ મેં થોડો સમય રોકાઇ જીવન પર વિચાર કર્યો અને તેણે મારા વિશ્વાસને દોહરાવ્યો. માનસિકતા જ બધું છે.
મહત્વહિન વસ્તુઓ (કે લોકો) ને મહત્વ ન આપો. એક પણ સેકન્ડ બરબાદ ના કરો. જિંદગી એક ટિક-ટિક કરતી ઘડિયાળ છે. દરેક પળ તમારી પસંદનો હોવો જોઈએ. કૃપા કરીને બીજા માટે જીવવાનું બંધ કરો !’ તેણે આગળ લખ્યું – ‘તમારા ટ્રાઇબને શોધો અને જીવનમાંથી ઝેરી લોકોને દૂર કરવામાં ના ડરો. દુનિયા શું વિચારે છે તેની પરવાહ કરવાનું બંધ કરો. પરિસ્થિતિઓમાં તમે જે રીતે પ્રતિક્રિયા આપો છો તે બદલો. જીવન સીમિત છે. આ હવે થઈ રહ્યું છે. તમે જે રીતે જીવવા માંગો છો તે રીતે જીવો.’
ઉલ્લેખનીય છે કે પરિણીતીના લગ્નના માત્ર 10 મહિના બાદ આ પોસ્ટ જોઈને ચાહકો નારાજ છે. ઘણા યુઝર્સ આ પોસ્ટ કરવાનું કારણ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘શું આ પોસ્ટ કોઈ માટે છે?’, બીજાએ લખ્યું, ‘ખૂબ સરસ કહ્યું… એવું લાગે છે કે આપણે બધાએ સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આપણે આવા લોકો પર એક ક્ષણ પણ બગાડવી ના જોઈએ.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘હું આશા રાખું છું કે તમે ઠીક હશો. અમે હંમેશા તમારા માટે હાજર છીએ.’ અન્ય એકે લખ્યું – ‘લગ્ન પછી તમે પરેશાન છો?’
View this post on Instagram