ક્રિકેટ લેજન્ડનો અંતિમ વિદાય: શોકમાં ડૂબ્યું રમતગમત જગત, જુઓ તસવીરો

ક્રિકેટ ટીમના મહાન ખેલાડી અને પ્રતિષ્ઠિત અમ્પાયર કેન પામરનું 23 જુલાઈના રોજ 87 વર્ષની વયે નિધન થયું છે. ક્રિકેટના આ દિગ્ગજના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ મહાન ખેલાડીએ લાંબી બીમારી બાદ મસગ્રોવ પાર્ક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ લેખમાં આપણે જાણીશું કે આ દિગ્ગજ ખેલાડીનું કરિયર કેવું રહ્યું.

16 વર્ષની ઉંમરથી ક્રિકેટની શરૂઆત

1937માં ઇંગ્લેન્ડના વિનચેસ્ટરમાં જન્મેલા પામરે હેમ્પશાયર માટે 16 વર્ષની ઉંમરથી રમવાનું શરૂ કર્યું. તેમના પ્રથમ મેચમાં જ મિડલસે સામે તેમણે પ્રથમ ઇનિંગ્સમાં બે વિકેટ લીધી. ત્યારબાદ કેન પામરે પાછળ વળીને જોયું નહીં. 1955 અને 1969ની વચ્ચે કેન પામરે સમરસેટ માટે 302 મેચ રમ્યા, જેમાં 20.67ની સરેરાશથી બે સદી સહિત 7567 રન બનાવ્યા. એક બોલર તરીકે પણ કેન પામરે ઊંડી છાપ છોડી અને કુલ 837 વિકેટ લીધી. 1963માં ટ્રેન્ટ બ્રિજમાં નોટિંગહેમશાયર સામે તેમણે 57 રનમાં નવ વિકેટ લઈને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 24 વર્ષની ઉંમરે કેન પામરે 1000 પ્રથમ શ્રેણીના રન અને પ્રથમ શ્રેણીની વિકેટ લઈને સૌથી ઓછી ઉંમરે આવું કારનામું કરનાર ખેલાડી બન્યા હતા.

એકમાત્ર આંતરરાષ્ટ્રીય મેચ

કેન પામરે 1965માં ઇંગ્લેન્ડ માટે તેમની એકમાત્ર ટેસ્ટ મેચ રમી. આ મેચમાં તેમણે 10 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. જોકે, ત્યારબાદ તેમને ઇંગ્લેન્ડ માટે કોઈપણ ટેસ્ટ કે વનડે મેચમાં ટીમમાં પસંદ કરવામાં આવ્યા નહીં. જેના પછી તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને અમ્પાયરિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

લાંબા સમય સુધી અમ્પાયરિંગ

કેન પામરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ લાંબા સમય સુધી અમ્પાયરિંગ કર્યું. તેમણે 22 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 23 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અમ્પાયરિંગ કર્યું. ક્રિકેટમાં આ સેવા માટે તેમને 2003માં MBE એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા.

શ્રદ્ધાંજલિમાં ઝુકાવવામાં આવ્યો ધ્વજ

કેન પામરના નિધન પર તેમની ટીમ સમરસેટ કાઉન્ટી ક્રિકેટ ક્લબે શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમનો ધ્વજ અડધો ઝુકાવ્યો છે. આ ક્રિકેટ ક્લબે આજે કેન્ટ સ્પિટફાયર સામેની મેટ્રો બેંક વનડે કપ મેચ પહેલાં પામરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ રાખ્યો છે.

Previous Article

શું રાઘવ ચડ્ડાથી લગ્ન બાદ પરેશાન છે પરિણિતી ચોપરા ? શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, બોલી- બીજાના વગર જીવવું...

Next Article

7 મહિનાની ગર્ભાવસ્થા અને સ્ટેજ 4નું કેન્સર, સિંગર પર તૂટ્યો દુઃખનો પહાડ, જુઓ તસવીરો

error: Unable To Copy Protected Content!