છેલ્લા કેટલાક દિવસોમાં ટીવી અભિનેત્રી હિના ખાને જણાવ્યું હતું કે તેને સ્ટેજ 3નું બ્રેસ્ટ કેન્સર છે. આ દુઃખદ સમાચારે તેના ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. ચાહકો હજુ આ આઘાતમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં એક અન્ય પ્રખ્યાત ગાયિકાએ કેન્સર હોવાની જાણકારી આપી છે. આ કોઈ અન્ય નહીં પરંતુ બ્રાઝિલની 29 વર્ષીય કેમિલા કેમ્પોસ છે,
View this post on Instagram
જે હાલમાં 7 મહિનાની ગર્ભવતી છે અને તેના બીજા બાળકનું સ્વાગત કરવાની તૈયારીમાં છે. જોકે, કેમિલા તેના બીજા બાળકનું સ્વાગત કરી શકે તે પહેલાં જ તેને જાણવા મળ્યું છે કે તે સ્ટેજ 4ના ઘાતક કેન્સર સામે લડી રહી છે. આ સમાચારે માત્ર તેને જ નહીં પરંતુ તેના ચાહકોનું દિલ પણ તોડી નાખ્યું છે.
View this post on Instagram
બ્રાઝિલની જાણીતી સિંગર કેમિલા કેમ્પસે તાજેતરમાં જ પોતાને ચોથા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાની ચોંકાવનારી માહિતી શેર કરી છે. 29 વર્ષીય કેમિલા, જે હાલમાં પ્રેગ્નન્ટ છે અને બીજા બાળકને જન્મ આપવાની છે, તેને આ મહિનાની શરૂઆતમાં જ આ ગંભીર રોગ વિશે જાણવા મળ્યું. કેમિલાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં જણાવ્યું કે તેનું ટ્યુમર પહેલેથી જ હાડકાં સુધી ફેલાઈ ચૂક્યું છે.
View this post on Instagram
તેણે વધુમાં ઉમેર્યું કે કેન્સરના કારણે તેના માથા પરથી વાળ ખરવાનું શરૂ થઈ ગયું છે. કીમોથેરાપીની પ્રક્રિયા દરમિયાન થતી પીડા અને તેની પ્રેગ્નન્સી પર પડી શકતી અસરો વિશે પણ તેણે ચિંતા વ્યક્ત કરી છે.આ સમાચારે તેના ચાહકો અને મનોરંજન જગતને આઘાત પહોંચાડ્યો છે. ખાસ કરીને ત્યારે જ્યારે તાજેતરમાં જ ભારતીય ટીવી અભિનેત્રી હિના ખાનના થર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સરના સમાચારે પણ ચાહકોને વ્યથિત કર્યા હતા.
કેમિલા કેમ્પસની આ પરિસ્થિતિએ કેન્સર જાગૃતિ અને સમયસર તપાસની મહત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેની આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેના ચાહકો અને શુભેચ્છકો તેને સપોર્ટ કરી રહ્યા છે અને તેના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.