ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ઘણા શહેરો અને વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અંબાલાલે જણાવ્યુ કે, આગામી 25 જુલાઈ દરમિયાન અરેબીયન સમુદ્ર તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાને કારણે તે દિશામાં એક સિસ્ટમ થઇ અને જેની અસર લીંમડી, બાવળા, ખંભાત ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ તેમજ વાંસદ વિસ્તારમાં જોવા મળશે.
આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર, બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય થઈ છે.જેને કારણે એકસાથે ત્રણ સિસ્ટમ થતા ઉત્તર ગુજરાતના ડીસા, પાટણ, સિધ્ધપુર, ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે.