સુંદર મહિલા બાઇકરનું BMW સવારી દરમિયાન કરુણ અવસાન, હિમ્મત હોય તો જુઓ દર્દનાક તસવીરો
‘રશિયાની સૌથી સુંદર બાઇકર’ તરીકે જાણીતી 38 વર્ષિય તાત્યાના ઓજોલિનાનું મોત થયું છે. તાત્યાના તુર્કીમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં એક સાથી બાઇક ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. મોટર વ્લોગિંગ માટે મશહૂર તાત્યાનાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ હતા. તે ઇન્સ્ટાગ્રામ પર બાઇકિંગ સંબંધિત ઘણા વીડિયો પણ પોસ્ટ કરતી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે તાત્યાના તેની રેડ BMW S1000RR 2015 પર સવાર હતી. યાત્રા દરમિયાન તેની ગાડી એક ટ્રક સાથે અથડાઈ. ઘટના સમયે તે મુગલાથી બોડરૂમ વચ્ચે મુસાફરી કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મિલાસ વચ્ચે કાબુ ગુમાવવાને કારણે તેની બાઇક એક ટ્રક સાથે અથડાઈ અને ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ.
પ્રારંભિક તપાસ અનુસાર, તાત્યાનાની બાઇકને તેના ગ્રુપના એક અન્ય બાઇકરે ટક્કર મારી હતી, જેના કારણે તેને અચાનક બ્રેક લગાવવી પડી.જો કે, અચાનક બ્રેક મારવાને કારણે તાત્યાનાએ બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો અને બાઇક કાબૂ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તે થોડા સમય માટે ભાનમાં હતી પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ.