દુનિયા એક્ટ્રેસ સલમા હાયકની ખૂબસુરતીની દીવાની છે. મેક્સિકોમાં જન્મેલી અમેરિકન અભિનેત્રીએ ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી છે. 57 વર્ષિય સલમાએ ઈન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં તેની તસવીર અને વીડિયો શેર કર્યો હતો, જે હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો કે, તેનો આ વીડિયો તાજેતરનો નહિ પણ જુલાઇ 2023નો છે.
આ વીડિયોમાં સલમા બ્રાઉન બિકીની સેટમાં જોવા મળી રહી છે. આ લુકમાં તેણે એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે શાનદાર દેખાઈ રહી છે. ‘ફ્રોમ ડસ્ક ટિલ ડાઉન’ અને ‘વાઈલ્ડ વાઈલ્ડ વેસ્ટ’ જેવી ફિલ્મો માટે મશહૂર સલમા હાયક 2021માં હાઉસ ઓફ ગુચ્ચી અને 2023માં મેજિક માઇક્સ લાસ્ટ ડાંસમાં જોવા મળી હતી.
આ સાથે તે વેબસીરીઝ બ્લેક મિરરમાં પણ જોવા મળી હતી. સલમાનું ફિલ્મી કરિયર તેના દમદાર અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અવતાર માટે પણ જાણીતું છે. તે એક સમયે હોલીવુડનું ‘સેક્સ સિંબલ’ કહેવાતી. વર્ષ 1996, 2003 અને 2008માં ‘પીપુલ’ મેગેઝિને તેને ‘વિશ્વની 50 સૌથી સુંદર મહિલાઓ’ની યાદીમાં સ્થાન આપ્યું હતું.
View this post on Instagram
જ્યારે 2005 અને 2007માં ‘મેક્સિમ’ મેગેઝિને સલમાને ‘હોટ 100’ ની યાદીમાં સ્થાન આપ્યું હતું. પર્સનલ લાઇફની વાત કરીએ તો સલમા હાયેકે ફ્રેન્ચ અબજોપતિ અને ‘કેરિંગ’ના સીઈઓ ફ્રાંકોઇસ-હેનરી પિનોલ્ટ સાથે સગાઇની ઘોષણા કરી હતી.
View this post on Instagram
આ સાથે સલમાએ એ પણ જણાવ્યુ હતુ કે તે પ્રેગ્નેટ છે. આ પછી 21 સપ્ટેમ્બર 2007ના રોજ સલમાએ લોસ એન્જલસમાં પુત્રીને જન્મ આપ્યો હતો. જ્યારે 2009ના વેલેન્ટાઇન ડે પર તેણે પેરિસમાં ફ્રાંકોઇસ-હેનરી સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram