સોનાક્ષી સિન્હાસાછે ભાગીને લગ્ન કરવા માગતો હતો ઝહીર ઇકબાલ, સિન્હા ખાનદાનની બની જતી મજાક…
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા લગ્ન બાદથી સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ 23 જૂને તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ એક સિવિલ મેરેજ હતા જેમાં માત્ર પરિવાર અને નજીકના લોકો સહિત મિત્રો જ હાજર રહ્યા હતા. સોનાક્ષીનો લગ્નનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે ખુશીથી ઉછળતી જોવા મળી હતી.
ત્યારે તાજેતરમાં અભિનેત્રીએ તેના અનુભવ અને લાગણીઓ વિશે વાત કરી છે. ગલાટા ઈન્ડિયાને આપેલ ઈન્ટરવ્યુમાં કપલે જણાવ્યું કે તેઓએ શા માટે ઈન્ટીમેટ વેડિંગનો ઓપ્શન પસંદ કર્યો. ઝહીરે કહ્યું કે તે હંમેશા ભાગીને લગ્ન કરવા માંગતો હતો જ્યારે સોનાક્ષી ઈંટીમેટ લગ્ન કરવા માંગતી હતી. ઝહીરે કહ્યું, ‘હું ભાગી જવા માંગતો હતો… બસ, દેશની બહાર ક્યાંક જાવ, લગ્ન કરો અને પાછા આવો.
જો કે, બાદમાં જ્યારે મને ખબર પડી કે ભારતમાં આવા લગ્ન માન્ય નથી, ત્યારે મેં મારો વિચાર બદલી નાખ્યો. ત્યાં પોતાના ખુશીથી ઉછળવા વાળા વીડિયો વિશે વાત કરતા સોનાક્ષીએ કહ્યું, ‘અમે બંને લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. મને લાગ્યું કે હું મારી જાતને કંટ્રોલ નથી કરી શકતી, મારુ રિએક્શન એવું હતુ કે થઇ ગયુ બોસ.
સોનાક્ષીએ કહ્યું કે તે સમયે હું જે અનુભવી રહી હતી તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. વાત એટલી જ હતી કે હું એ મોમેન્ટમાં ખૂબ જ ખુશ અને એક્સાઇટેડ હતી. સોનાક્ષીએ જણાવ્યુ કે તેણે ઝહીરને પહેલા પ્રપોઝ કર્યું હતું અને કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવા માગુ છુ.. જણાવી દઇએ કે, સિન્હા અને ઝહીર ઈકબાલે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 23 જૂને લગ્ન કરી લીધા.