આને કહેવાય સક્સેસ સ્ટોરી…ગરીબ વિદ્યાર્થીએ કરી ઝૂંપડપટ્ટીથી IIT સુધીની સફર, માએ જણાવ્યુ કેવી રીતે પૂરુ કર્યુ સપનું
આજ સુધી તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા જોયા હશે. પણ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તે તમારું દિલ જીતી લેશે. આ વીડિયોમાં એક માતા પોતાના પુત્રના વખાણ કરી રહી છે. માતા કહે છે કે તેનો પુત્ર IITમાં સિલેક્ટ થઇ ગયો છે. પુત્રએ દિવસ-રાત પરીક્ષાની તૈયારી કરી અને સફળતા પણ મેળવી.
આ વીડિયોમાં ફિઝિક્સ વાલા ફાઉન્ડર અલખ પાંડે પોતે જોવા મળી રહ્યા છે. તે IITમાં પ્રવેશ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીના ઘરે બેઠો છે. વીડિયોમાં અલખ પાંડે વિદ્યાર્થી સાથે જમતો જોવા મળે છે. વિદ્યાર્થીની માતા જણાવી રહી છે કે કેવી રીતે પુત્રએ IITની તૈયારી માટે દિવસ-રાત મહેનત કરી. તેમણે એમ પણ કહ્યું કે ઘણી વખત પુત્રને પડોશીના વાઈફાઈનો ઉપયોગ કરવો પડતો હતો.
ઝૂંપડપટ્ટીથી IIT સુધીની સફર કરનાર વિદ્યાર્થીની માતા અલખ પાંડેને જણાવી રહી છે કે જ્યારે તે અભ્યાસ કરીને થાકી જતો ત્યારે તે અહીં સૂઈ જતો તો ક્યારેક પુસ્તક લઇને ખુરશી પર. જ્યારે ઈન્ટરનેટ ખત્મ થઇ જતુ ત્યારે બીજાનું વાઈ-ફાઈ લેવા છત પર ચઢી જતો. જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પોતપોતાના ફીડબેક પણ આપી રહ્યા છે.
View this post on Instagram