દીકરીના મોતના ગમમાં ડૂબેલા પિતા સામે પોતાના આંસુ ના રોકી શક્યો સોનુ નિગમ, કૃષ્ણ કુમારના ખોળામાં માથુ રાખી ધ્રુસકેને ધ્રુસકે રડ્યો…

તિશા કુમારની પ્રેયર મીટમાં માયૂસ જોવા મળ્યા કૃષ્ણ કુમાર, દિવંગતના પિતાના ખોળામાં માથુ રાખી ખૂબ રડ્યો સોનુ નિગમ

અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમારની 20 વર્ષની પુત્રીએ 18 જુલાઈના રોજ આ દુનિયા છોડી દીધી. તે તેના પ્રિયજનોની આંખોમાં આંસુ છોડી ગઇ. કૃષ્ણ કુમારને તેમની યુવાન પુત્રીના નિધનથી ઊંડો આઘાત લાગ્યો છે, તેઓ ભાંગી પડ્યા છે. તિશા કુમારના અંતિમ સંસ્કાર વખતે પણ તેઓ લાચાર અને માયૂસ દેખાતા હતા.

આ સમયે તેમને નજીકમાં ઉભેલા લોકોએ ટેકો આપ્યો હતો. ત્યારે હવે અંતિમ સંસ્કાર બાદ તિશાની પ્રાર્થના સભા યોજાઇ, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇ લગભગ દરેકની આંખો ભીની થઈ રહી છે. 22 જુલાઈએ તિશાના અંતિમ સંસ્કાર બાદ તે જ દિવસે સાંજે પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો પણ સામેલ થયા હતા.

સિંગર સોનુ નિગમ પણ તિશાની પ્રેયર મીટમાં સામેલ થયો હતો. આ સમયે ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે સોનુ નિગમ આવે છે અન્ તે કૃષ્ણ કુમારના ખોળામાં માથું રાખીને રડી રહ્યો છે. આ દરમિયાન સિંગરની પત્ની પણ સાથે હતી, જે તેનું ધ્યાન રાખતી જોવા મળી.

જણાવી દઈએ કે ટી-સીરીઝ સાથે સોનુ નિગમનો સંબંધ ઘણો જૂનો છે. તે લગભગ 30 વર્ષથી આ કંપની સાથે છે. આવી સ્થિતિમાં, તે આ દુઃખની ઘડીમાં કુમાર પરિવાર સાથે ઉભો છે.

Shah Jina