નતાશા સાથે છૂટાછેડાના એલાન બાદ પહેલીવાર પબ્લિકલી સ્પોટ થયો હાર્દિક પંડ્યા, ચહેરા પર જોવા મળ્યુ દર્દ

ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શરૂ થઈ રહેલી વ્હાઈટ બોલ સિરીઝમાં શ્રીલંકાનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે. આ સીરીઝમાં ત્રણ T20 અને ત્યારપછી એટલી જ વન ડે મેચોનો સમાવેશ થાય છે, જે 2 ઓગસ્ટથી શરૂ થશે. ટી-20માં ટીમ ઈન્ડિયાની કમાન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સંભાળશે, જેને રોહિત શર્માના શોર્ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઘણા ચાહકો માટે આ આશ્ચર્યજનક હતું કારણ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેપ્ટનની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા હતી. સોમવારે ભારતની T20 ટીમ શ્રીલંકા જવા રવાના થઈ હતી. ત્યારે એરપોર્ટ પર હૃદયસ્પર્શી દ્રશ્યો કેપ્ચર થયા. હાર્દિક એરપોર્ટ પર ખુશ મૂડમાં જોવા મળ્યો હતો અને તેણે ભારતના સહાયક કોચ અભિષેક નાયરને ગળે લગાવ્યા હતા.

ક્રિકેટ ઉપરાંત ઓલરાઉન્ડર તેના અંગત જીવનમાં પણ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે કારણ કે હાલમાં જ તે તેની પત્ની નતાશાથી અલગ થયો છે. છૂટાછેડા બાદ હાર્દિક પહેલીવાર જાહેર સ્થળે જોવા મળ્યો છે. તેણે ટીમ ઈન્ડિયાના નવા ચૂંટાયેલા આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે ઈમોશનલ ક્ષણ શેર કરી હતી, જે કેમેરામાં કેદ થઇ હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભારતીય ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ એરપોર્ટની અંદર જઇ રહ્યો છે. જો કે અંદર જતા પહેલા હાર્દિકે ચહેરા પર સ્મિત સાથે અભિષેક નાયરને ગળે લગાવ્યા. આ દરમિયાન હાર્દિકના ચહેરા પર ભલે ખુશી જોવા મળી રહી હોય પણ આ હાસ્ય પાછળ તે દુઃખ છુપાવી રહ્યો હતો.

Shah Jina