બસમાં સીટ માટે બારીમાંથી ઘુસી રહ્યો હતો વ્યક્તિ, આગળ જે થયુ તે જોઇ લોકો બોલ્યા- જિંદગી શોર્ટકટથી નથી ચાલતી !

બસ અને ટ્રેનમાં ભીડથી તો તમે વાકેફ જ હશો, મેટ્રો પણ ઓફિસ સમય દરમિયાન ખીચોખીચ ભરેલી હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ફક્ત સીટ મેળવવા માંગતો હોય છે. એટલે જ ભારતમાં સીટ પર કબજો કરવાની પ્રથા ઘણી જોવા મળે છે. કેટલાક રૂમાલ વડે સીટને રોકે છે તો કેટલાક બારીમાંથી ટ્રેન કે બસમાં પ્રવેશ કરતા હોય છે.

ત્યારે આને લગતો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, એક વ્યક્તિ બસમાં સીટ મેળવવા માટે બારીમાંથી પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે તે બારી સાથે જ જમીન પર પટકાયો. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હસવાનું રોકી નથી શકતા.

કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે જિંદગીમાં શોર્ટકટ નથી ચાલતો. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે આને કહેવાય કર્મોનું ફળ…એક અન્યએ લખ્યું – જીવન શોર્ટકટથી નથી ચાલતું. બીજાએ કહ્યું – નજર હટી દુર્ઘટના ઘટી. અન્ય એકે લખ્યું – નુકસાન કરી દીધુ.

Shah Jina