નેપાળમાં થયેલ પ્લેન ક્રેશનો વીડિયો આવ્યો સામે, કમજોર દિલવાળા ના જોતા દર્દનાક દ્રશ્ય…

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે એટલે કે બુધવારે સવારે એક પ્લેન ક્રેશ થઇ ગયું. વિમાનમાં સવાર 19 લોકોમાંથી 18ના મોત થયા છે, જ્યારે કેપ્ટન ઘાયલ થયો છે જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. લગભગ 11 વાગ્યે પ્લેન ત્રિભુવન એરપોર્ટથી ટેકઓફ થયું અને થોડી જ ક્ષણોમાં ક્રેશ થઇ ગયુ. 9N-AME પ્લેન સૌર્ય એરલાઈન્સનું હતું.

દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાંથી 17 સૌર્ય એરલાઈન્સના જ સ્ટાફ હતા જ્યારે બાકીના 2 ક્રૂ મેમ્બર હતા. આ 21 વર્ષ જૂના પ્લેનની મરમ્મત કરી ટેસ્ટિંગ માટે લઇ જવામાં આવી રહ્યું હતું. પ્લેનમાં હાજર લોકો કંપનીના ટેસ્ટિંગ સ્ટાફ હતા. કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને અગ્નિશામકોની એક ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી હતી.

ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરોમાં પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોઇ શકાય છે. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ કાઠમંડુ પોસ્ટ સાથે વાત કરતા કહ્યું કે, “વિમાન રનવેના દક્ષિણી છેડેથી ઉડાન ભરી રહ્યું હતું. અચાનક તેમાં ઝાટકો લાગ્યો અને પછી આગ લાગી. આ પછીકે રનવેના પૂર્વી ભાગમાં બુદ્ધા એર હેંગર અને રડાર સ્ટેશન વચ્ચે એક ખાડામાં પડી ગયુ. સૌર્ય એરલાઇન્સની વેબસાઇટ અનુસાર, કંપની નેપાળમાં 5 જગ્યાએ ફ્લાઇટ્સ ચલાવે છે. તેમની પાસે 3 બોમ્બાર્ડિયર CRJ-200 જેટ છે.

Shah Jina