બોલિવૂડ એક્ટર વિકી કૌશલની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. બાળકો હોય કે મોટા, દરેક ઉંમરના લોકો આ ટ્રેન્ડિંગ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ‘તૌબા તૌબા’ પર ઢગલાબંધ ડાન્સ વીડિયો વાયરલ થયા છે. મોટાભાગના વીડિયોમાં લોકો વિકી કૌશલના ડાન્સ મૂવ્સને ટક્કર આપતાજોવા મળી રહ્યા છે. ત્યારે હવે એક ગામડાની મહિલાનો આ ગીત પરનો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વિકી કૌશલના હૂક સ્ટેપ્સને તેના બાળકો સાથે ખૂબ જ સારી રીતે મેચ કરી રહી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થવા લાગ્યો અને લોકો પણ આ વીડિયો જોઇ તે મહિલાના વખાણ કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે ‘બેડ ન્યૂઝ’ એક્ટર વિકી કૌશલ પણ આ વીડિયો જોઇ તેના પર કોમેન્ટ કર્યા વગર ન રહી શક્યો. મહિલાના વખાણ કરતા તેણે લખ્યું, “વાહ.”
View this post on Instagram