Red Alert In Gujarat Ambalal patel : ગુજરાતની અંદર હાલ ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, પરંતુ હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ વરસાદ બહુ ઓછો નોંધાયો છે. આ બધા વચ્ચે હવવે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે, તેમને તારીખ અનુસાર જણાવ્યું છે કે આ તારીખે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વવરસશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 24 જુલાઈ સુધીમાં તો ઉત્તર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમા વડોદરા, આણંદ, નડીયાદ, કપડવંજ, જમ્મુસર, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં વરસાદ નથી આમાં રાધનપુર, કાંકરેજના ભાગોમાં ઝાપટાંની શક્યતા છે. આ વખતનું વહન ઘણાં ભાગોમાં સારો વરસાદ લઇને આવશે. તો જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. . 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે.
અંબાલાલના જણાવ્યા અનુસાર બંગાળમાં એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદ જોવા મળશે. આ દિવસોમાં દ્વારકા-પોરબંદર, સુરત-નવસારી સહિત રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.