ભારતીય યુવકની અમેરિકામાં ગોળી મારી કરાઇ જાહેરમાં હત્યા, હજુ તો 29 જૂને કર્યા હતા લગ્ન

 

હવે ગેવિનની રાખ 29 જુલાઈએ આવશે. ગેવિનના અંતિમ સંસ્કાર શુક્રવારે અમેરિકામાં કરવામાં આવ્યા હતા. અમેરિકામાં રહેતી દીપશી તેના ભાઈની રાખ લાવી રહી છે. જેને ગંગામાં વહેવડાવવામાં આવશે.

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રસ્તા પર થયેલ વિવાદ દરમિયાન 29 વર્ષીય ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. પોલીસ અનુસાર, નવપરિણીત ગેવિન દસૌર તેની મેક્સિકન પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ઈંડી શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં એક ચાર રસ્તા પર તેની આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપીએ તેને ગોળી મારી દીધી.

મૃતક યુપીના આગ્રાનો રહેવાસી હતો. તેણે 29 જૂને વિવિયાના ઝામોરા સાથે લગ્ન કર્યા હતા. અમેરિકામાં બનેલી રોડ રેજની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગત મંગળવારની હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દસૌર ચાર રસ્તા પર તેની કારમાંથી ઉતરે છે અને પીકઅપ ટ્રકના ડ્રાઈવર પર બૂમો પાડે છે. ત્યારપછી તે બંદૂક વડે ટ્રકના દરવાજા પર વાર કરે છે.

પીકઅપ ટ્રકના ડ્રાઈવરે જવાબી કાર્યવાહીમાં દસૌરને ગોળી મારી દીધી. ઘાયલ દસૌરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું – “મેં તેને મારા ખોળામાં લીધો અને એમ્બ્યુલન્સની રાહ જોઈ.” બીજી બાજુ પોલીસે જણાવ્યું કે શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી.

તેણે સ્વબચાવમાં કાર્યવાહી કરી હોવાનું અનુમાન છે, પણ વધુ તપાસ અને મેરિયન કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ સાથે પરામર્શ બાદ શૂટરને છોડી દેવામાં આવ્યો હતો. રીપોર્ટ્સ અનુસાર, ગેવિનની અસ્થિઓ 29 જુલાઇએ આવશે, શુક્રવારે ગેવિનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમેરિકાની રહેવાસી દીપ્શી ભાઇની અસ્થિ લઇને ભારત આવી રહી છે જેને ગંગામાં પ્રવાહિત કરવામાં આવશે.

Shah Jina