પોલ્કા ડોટ ડ્રેસ પહેરી પતિ ઝહીર ઇકબાલ સાથે સ્પોટ થઇ સોનાક્ષી સિન્હા, લોકો બોલ્યા- હવે આ પણ પ્રેગ્નેટ લાગે છે…
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો થઈ ગયો છે. ત્યારે હાલમા જ ગત રોજ એટલે કે રવિવારે બંને સાથે જમવા બહાર ગયા હતા. જ્યારે બંને રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે પેપરાજીએ તેમની સાથે વાત કરી અને બંનેને પોતાના કેમેરામાં કેદ કર્યા.
આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સોનાક્ષી ઝહીરનો હાથ પકડીને કાળજીપૂર્વક ચાલતી જોવા મળી રહી છે. જ્યાં ઝહીર એક જેંટલમેનની જેમ પોતાની પત્ની માટે કારનો દરવાજો ખોલી રહ્યો છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હા પોલ્કા ડ્રેસમાં સુંદર લાગી રહી છે.
વીડિયો પર કમેન્ટ કરીને કેટલાક લોકો બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક તેમની જોડીને પરફેક્ટ કહી રહ્યા છે. જો કે કેટલાક એવા છે જે સોનાક્ષીને સવાલ પૂછી રહ્યા છે કે શું તે પ્રેગ્નેટ છે?. એક યુઝરે લખ્યું, ‘બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.’ જ્યારે અન્ય એકે કહ્યુ કે હવે આ પણ પ્રેગ્નેટ લાગે છે.
બીજા એકે લખ્યું- લિજેન્ડ આ ડ્રેસને નોટિસ કરશે. અન્ય એક યુઝરે લખ્યું – અભિનેત્રીઓ જ્યારે પ્રેગ્નેટ હોય ત્યારે જ આ ડ્રેસ પહેરે છે. જણાવી દઈએ કે જ્યારે અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી ત્યારે તેણે બ્લેક પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો હતો.
આ પછી ઘણી અભિનેત્રીઓ પ્રેગ્નેંસી દરમિયાન પોલ્કા ડોટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ત્યારે હવે સોનાક્ષીને પોલ્કા ડોટ ડ્રેસમાં જોઈને લોકો તેના પ્રેગ્નેટ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
View this post on Instagram