ખેતરમાં ટોયલેટ જવા માટે બેઠો હતો વ્યક્તિ, ત્યારે જ 13 ફૂટ લાંબા અજગરે કર્યો હુમલો, પેન્ટ પણ ના પહેરાયું, આવી રીતે લોકોએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

શૌચ જવા બેઠેલા યુવકનો અજગરે લીધો ભરડો, મોઢાથી ગળી જવાનો કર્યો પ્રયાસ, બૂમો પાડતા ગ્રામજનો તલવાર અને કુહાડી લઈને દોડી આવ્યા, પછી… જુઓ વીડિયો

Python attack on person : હાલ ચોમાસોનો સમય ચાલી રહ્યો છે અને ચોમાસામાં ઝેરી જીવ જંતુઓ નીકળવાની ઘટનાઓ છાસવારે બનતી જોવા મળે છે. તેમાં પણ ગામડાઓમાં તો વધારે ખરાબ પરિસ્થિતિ સર્જાતી હોય છે. કારણ કે ઘણા લોકો શૌચાલય માટે પણ ખુલ્લામાં જવાનું પસંદ કરે છે અને ત્યાં તેમને સાપ કે કોઈ અન્ય ઝેરી જાનવર કરડી જવાની પણ બીક રહે છે, ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વિડ્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટોયલેટ જવા બેઠેલા એક વ્યક્તિનો અજગરે ભરડો લીધો.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના જબલપુરથી, જ્યાં 13 ફૂટ લાંબા અજગરે શૌચ કરવા જતા યુવકને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અજગરને પકડતા ગામના યુવકે અજગરનું મોઢું પકડી લગભગ 20 મિનિટ સુધી જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન તેણે તેના હાથ અને પગને ખૂબ માર્યા પરંતુ જ્યારે તે તેની પકડમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ ગયો તો યુવકે ચીસો પાડવાનું શરૂ કર્યું.

ચીસો સાંભળીને જ્યારે ગ્રામજનો ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે ગામનો યુવક ખતરનાક અજગરની પકડમાં ફસાયેલો જોવા મળ્યો હતો, જેથી ગ્રામજનોએ લાકડીઓ અને તલવારોથી હુમલો કરીને અજગરને મારી નાખ્યો હતો. અને તેના અનેક ટુકડા કરીને યુવકનો જીવ બચાવ્યો હતો. એક ગામવાસીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો જે રવિવારે મોડી રાત્રે સામે આવ્યો. આ ઘટના જબલપુરના કુંડમ તહસીલના બગરાજી ગામના કલ્યાણપુરની છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 17 જુલાઈની હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંડલા જિલ્લામાંથી કલ્યાણપુર ખાતે લગ્નની જાન આવી હતી. રામ સહાય પણ લગ્નની જાનમાં આવ્યા હતા. તે પોતાની દિનચર્યા માટે જંગલમાં ગયો હતો. તે શૌચ કરવા બેઠો હતો ત્યારે 13 ફૂટ લાંબા અજગરે તેના પર હુમલો કર્યો. અજગરના હાથે પકડાયેલા રામ સહાયે અજગરનું મોં પકડી લીધું અને ચીસો પાડવા લાગ્યો.

અજગર યુવકના ગળા સુધી પહોંચી ગયો હતો અને તેને જોરથી પકડી લીધો હતો. અજગર યુવકને ગળી જવાની કોશિશ કરવા લાગ્યો. યુવકનો અવાજ સાંભળીને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ કુહાડી અને અન્ય તિક્ષ્ણ હથિયારો વડે અજગરને કાપીને યુવકનો જીવ બચાવ્યો હતો. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે અજગરને કેવી રીતે કાબુમાં લેવો તે અંગે ગ્રામજનોને જાણ ન હતી. જેના કારણે તેઓએ યુવતીનો જીવ બચાવવા જંગલી પ્રાણીને મારવું પડ્યું હતું.

Niraj Patel