કારમાં બળેલી મળી 21 વર્ષિય મશહૂર ઇન્ફ્લુએન્સરની લાશ, મનાવી રહી હતી 1 લાખ ફોલોઅર્સ થવાનો જશ્ન

21 વર્ષિય ઇન્ફ્લુએન્સર મનાવી રહી હતી 1 લાખ ફોલોઅર્સ થવાનો જશ્ન, જૂનુની પ્રેમીએ કારમાં જીવતી બાળી…!

તમે સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ જ્યારે પ્રેમ પાગલપનની હદ સુધી વધી જાય તો જીવલેણ પણ બની શકે છે. હાલમાં સામે આવેલા કેસમાં પણ કંઈક આવું જ બન્યું. 21 વર્ષીય ઇન્ફ્લુએન્સરને તેના પ્રેમીએ જીવતી સળગાવી દીધી. ચાલો જાણીએ આખો મામલો… આ ઇન્ફ્લુએન્સર બીજુ કોઇ નહિ પણ કૈટાલિના ગુટિયરેજ હતી, જે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના એક લાખ ફોલોઅર્સ થવાનો જશ્ન મનાવી રહી હતી. આ TikTok સ્ટાર પણ હતી અને તેને TikTok પર 36,000થી વધુ લોકો ફોલો કરે છે.

21 વર્ષિય કૈટાલિના તેની માતાની કારની પાછળની સીટ પર મૃત હાલતમાં મળી આવી હતી અને તેનું અડધું બળેલું શરીર પોલીસને મળી આવ્યું હતું. અહેવાલો અનુસાર, અર્જેંટિનાની ઇન્ફ્લુએન્સરે પોતાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક લાખ ફોલોઅર્સ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ પછી તેણે અર્જેંટિનાના કોર્ડોબા શહેરમાં પેટિયો ઓલ્મોસ શોપિંગ સેન્ટરમાં યોજાનારી ફ્રેન્ડશિપ ડે પાર્ટીના આમંત્રણના ફોટા પણ શેર કર્યા.

કૈટાલિનાને 17 જુલાઈની સાંજે એ જ શોપિંગ સેન્ટરમાં મિત્રોને મળવા માટે તેના ઘરેથી નીકળતી જોવા મળી હતી. ઘર છોડ્યા પછી તેણે તેના બોયફ્રેન્ડને એક ઓડિયો મેસેજ મોકલ્યો કે તે આવી રહી છે, જ્યારે તે ન આવી ત્યારે તેના મિત્રો અને બોયફ્રેન્ડે તેના પરિવારને આ વિશે જાણ કરી. એવું માનવામાં આવે છે કે ઇન્ફ્લુએન્સર કૈટાલિનાનો પહેલેથી જ એક બોયફ્રેન્ડ હતો, પણ તેની સાથે ભણવવાવાળો એક છોકરો જે તેનો મિત્ર પણ હતો તે તેને પાગલોની જેમ પ્રેમ કરતો હતો અને તેણે જ કૈટાલિનાની હત્યા કરી છે.

આ જૂનુની પ્રેમી બીજું કોઈ નહીં પણ નેસ્ટર સોટો છે, જેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.નેસ્ટર સોટો, કૈટાલિના સાથે કોર્ડોબાના નેશનલ યુનિવર્સિટીમાં ભણતો હતો. ઇન્ફ્લુએન્સરનો બોયફ્રેન્ડ હોવા છત્તાં પણ તે કૈટાલિનાને પ્રેમ કરતો હતો, આ આશિક નેસ્ટર સોોટોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, પહેલા તો તે વસ્તુઓને ટ્વિસ્ટ કરતો રહ્યો, પરંતુ અચાનક તેણે કબૂલ્યું કે તેણે કૈટાલિનાની હત્યા કરી છે.

રિપોર્ટ્સ અનુસાર નેસ્ટર સોટો ત્યાં સુધી કૈટાલિનાને મારતો રહ્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ અને જ્યારે તેને લાગ્યું કે કૈટાલિના મરી ગઈ છે તેણે કાર પાર્ક કરી અને ગાડીને આગ લગાવી દીધી. અહેવાલો અનુસાર કૈટાલિનાનું મોત કાર્બન ડાયોક્સાઈડના પોઇઝનને કારણે થયું હતું.

Shah Jina