અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ ખૂબ જ ધામધૂમથી થયા હતા. અંબાણી પરિવારના લગ્નમાં દેશ જ નહીં પરંતુ વિદેશની પણ અનેક મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. આ લગ્નમાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણીના મહેમાનો પણ અદ્ભુત અને લક્ઝુરિયસ ગિફ્ટ લઈને અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા હતા. લગ્નમાં કોઈએ અનંત અંબાણીને એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું તો કોઈએ મોંઘી ઘડિયાળ ગિફ્ટ કરી.
જો કે, અનંત અંબાણીને લગ્નની ભેટ તરીકે જે લક્ઝુરિયસ એસયુવી મળી છે તે હાલ ખૂબ જ સમાચારોમાં રહે છે. અહેવાલો અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્નમાં ગિફ્ટ તરીકે DARTZ મળ્યો છે. આ SUVની કિંમત 1.6 મિલિયન ડોલર એટલે કે 12થી13 કરોડ હોવાનું કહેવાય છે. અનંત અંબાણીએ રિટર્ન ગિફ્ટમાં લગ્ઝરી ઘડિયાળ Audemars Piguet પોતાના નજીકના લોકોને આપી છે. આ ઘડિયાળની કિંમત બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ ઘડિયાળ ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ રિટર્ન ગિફ્ટ તરીકે મળી છે. DARTZની વાત કરીએ તો તેનું બ્લેક એડિશન સાથે જ ગોલ્ડ અને આયરન મોડલ પણ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે. આ લક્ઝુરિયસ એસયુવીમાં 8 સિલિન્ડર મર્સિડીઝ મેબેક એએમજી એન્જિન છે. આ એન્જીન 800 HPનો પાવર આપે છે અને 1000 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી મેક્સિમમ 280 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. આ લગ્ઝરી ગિફ્ટ સિવાય અનંત અને રાધિકાને ગિફ્ટમાં એક પ્રાઈવેટ જેટ અને એક હેલિકોપ્ટર મળ્યું હોવાનું પણ સામે આવ્યુ છે. રીપોર્ટ્સ અનુસાર, Amazonના પૂર્વ અધ્યક્ષ અને CEO જેફ બેઝોસે ન્યુલી વેડ કપલને 11.50 કરોોડની બુગાટી કાર ગિફ્ટ કરી છે.
અમેરિકન એક્ટર અને પ્રોફેશનલ રેસલર જોન સીનાએ 3 કરોડની ‘લેમ્બોર્ગિની’ કાર, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે 300 કરોડનું પ્રાઈવેટ જેટ તેમજ સુંદર પિચાઈએ 100 કરોડનું હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું છે. એટલું જ નહીં, અનંત અને રાધિકા મર્ચન્ટને બોલિવૂડ સેલેબ્સ તરફથી પણ કિંમતી અને મોંઘી ભેટ મળી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કપલને 9 કરોડની ‘મર્સિડીઝ’ કાર ગિફ્ટ કરી છે, જ્યારે સલમાન ખાને 15 કરોડનું સ્પોર્ટ્સ બાઈક, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 20 કરોડની કસ્ટમાઈઝ્ડ ‘રોલ્સ રોયસ’ કાર, શાહરૂખ (ફ્રાન્સમાં 40 કરોડનો એપાર્ટમેન્ટ), અક્ષય કુમાર (60 લાખની ગોલ્ડ પેન), કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા (25 લાખની હેન્ડમેડ શાલ), કેટરિના કૈફ-વિકી કૌશલ (19 લાખની સોનાની સેન) ગિફ્ટ કરી છે.
View this post on Instagram