કોબ્રા સાપના ડસવાને કારણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું મોત, છેલ્લી રીલ થઇ રહી છે વાયરલ
સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દીપા સાહુનું કોબ્રા સાપના ડંખથી મોત થયું છે. દીપાની રીલ્સ ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. બધાને હસાવનાર દીપા સાહુની મોત બાદ ચાહકોના દિલ તૂટી ગયા છે. જ્યારે દીપા ગાય માટે ચારો કાપવા ગઈ ત્યારે એક કોબ્રા સાપે તેને ડંખ માર્યો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેને બચાવી શકાઇ નહીં અને તેનું રસ્તામાં જ મોત થઈ ગયું.
દીપા સાહુના મોત બાદ તેની છેલ્લી રીલ ઘણી વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, દીપા સાહુ તેની ફની રીલ્સ માટે જાણિતી હતી, અને તેની ફેન ફોલોઈંગ પણ હજારોમાં હતી. દીપા મોંઘવારી, લાઇફસ્ટાઇલ અને સામાન્ય જીવન પર રીલ બનાવતી હતી. લોકોને તેની રીલ્સ એટલી પસંદ આવતી કે તે મિનિટોમાં જ વાયરલ થઈ જતી.
પોતાના દમ પર પોતાની અલગ ઓળખ બનાવનાર દીપા ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતી. દીપાએ 4 વર્ષ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શરૂઆત કરી હતી. દીપાના 1 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જે કોઈ નાની વાત નથી, પરંતુ કોઈ કારણસર તેનું એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.
આ પછી તેણે પોતાનું નવું એકાઉન્ટ બનાવ્યુ અને તેના પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તેના 36 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. જો કે હવે દીપા આપણી વચ્ચે નથી. મોતના 23 કલાક પહેલા જ દીપાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી, જે હવે ઘણી વાયરલ થઇ રહી છે.
View this post on Instagram