મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના લગ્ન દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા. જ્યારે અનંત અંબાણી અને તેમનો પરિવાર સજેલી રોલ્સ રોયસ અને S680 મેબેક કારમાં પહોંચ્યા ત્યારે આ દ્રશ્ય જોઇ બધા હેરાન રહી ગયા હતા. અંબાણી પરિવાર તો ઠીક પણ આ વાતમાં તેમનો પ્રિય ડોગ હેપ્પી પણ કંઇ પાછળ નથી. હેપ્પી મર્સિડીઝ-બેન્ઝ G 400D લક્ઝરી કારમાં મુસાફરી કરે છે જેની કિંમત લગભગ 3થી4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તો ચાલો જાણીએ આ કારમાં શું છે ખાસ…
અંબાણી પરિવાર પાસે અનેક લક્ઝરી કાર છે, જેમાં G 63 AMG જેવા હાઇ-એન્ડ વાહનો સામેલ છે. ત્યાં હેપ્પી Mercedes-Benz G 400Dમાં સફર કરે છે. આ પહેલા હેપ્પી ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયર કારમાં ટ્રાવેલ કરતો હતો. મર્સિડીઝ બેન્ઝની આ લક્ઝરી કારમાં 2925 સીસી 6 સિલિન્ડર 4 વોલ્વ વાળી ટર્બોચાર્જ્ડ એન્જીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એન્જિન મહત્તમ 326 bhp પાવર સાથે 700 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
આ ઉપરાંત, તેમાં 4 અને 2 વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન મળી જાય છે. Mercedes-Benz G 400d ના ડોયમેંશનની વાત કરીએ તો, આ લક્ઝરી કારની લંબાઈ 4817 mm, પહોળાઈ 1931 mm અને ઊંચાઈ 1969 mm છે. આ સિવાય તેને 2890 mmના વ્હીલબેઝ સાથે 241 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. આ કારમાં 5 લોકો માટે બેસવાની જગ્યા છે અને 480 લિટરની બૂટ સ્પેસ પણ આપવામાં આવી છે.
કારમાં 100 લીટરની વિશાળ ફ્યુઅલ ટેન્ક પણ છે. હવે આ લક્ઝરી કારના ફીચર્સ પર નજર કરીએ તો કંપનીએ કિલેસ એન્ટ્રી, ઈલેક્ટ્રીક એડજસ્ટેબલ સ્ટીયરીંગ, ક્રુઝ કંટ્રોલ, રીયર એન્ડ ફ્રન્ટ પાર્કિંગ સેન્સર કેમેરા, ઈલેક્ટ્રોનિક એન્ટ્રી ગ્લેયર મિરર, હીટર ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવી આધુનિક સુવિધાઓ સાથે 12.3 ઈંચની એલસીડી ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન આપવામાં આવી છે. આટલું જ નહીં, કારમાં 9 એરબેગ્સ સાથે 6 સ્પીકર પણ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ઈમરજન્સી બ્રેક્સ પણ છે.
View this post on Instagram