ઘરમાં ડિલિવરી આપવા ગયેલા ડિલિવરી મેન પર ખૂંખાર કૂતરાઓએ કર્યો હુમલો, બચાવ બચાવનું બૂમો પાડતો રહ્યો, છતાં પણ કોઈ ના આવ્યું.. જુઓ વીડિયો

ભારતમાં પ્રતિબંધ હોવા છતાં ઘરમાં છુટ્ટા રાખ્યા હતા ખુંખાર પિટબુલ ડોગ, ડિલિવરી મેન સામાન આપવા આવ્યો અને કરી એવી હાલત કે, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે.

Dog attacks delivery man : લોકો મોટાભાગે તેમના ઘરની સુરક્ષા માટે અને તેમના શોખ માટે ઘરે કૂતરા પાળે છે. આ સામાન્ય વાત છે, પરંતુ કેટલાક લોકો તેમના ઘરમાં અત્યંત ખૂંખાર અને ઘાતક કૂતરા પણ પાળે છે, જે બહારના લોકો માટે સમસ્યા બની જાય છે. આવા શ્વાન ક્યારેક તેમના માલિકો પર હુમલો પણ કરે છે. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સલમાન ખાન નામનો એક ડિલિવરી એજન્ટ જે એક ઘરે સામાનની ઓનલાઈન ડિલિવરી કરવા આવ્યો હતો તે આવા ખુંખાર પ્રાણીઓ સામે આવ્યો હતો.

તેના પર ઘરના પાલતુ કૂતરાઓએ હુમલો કર્યો હતો અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જે કૂતરાઓએ માણસ પર હુમલો કર્યો તે સામાન્ય કૂતરા નહીં પણ પીટ બુલ્સ હતા. પિટબુલ એ કૂતરાની ખતરનાક જાતિ છે, જેને પાળવા પર ઘણા દેશોમાં પ્રતિબંધ છે. જોકે, ભારતમાં તેમના પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો અત્યાર સુધી નિરર્થક રહ્યા છે. આ વીડિયો બાજુના ઘરની એક મહિલા દ્વારા શૂટ કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે બંને પીટબુલ્સે ઘરે આવેલા ડિલિવરી એજન્ટ પર ખરાબ રીતે હુમલો કર્યો છે.

વ્યક્તિ ‘બચાવો, બચાવો…’ બૂમો પાડે છે પરંતુ ઘરની અંદરથી કોઈ મદદ કરવા આવતું નથી જેથી તે કૂતરાઓને કાબૂમાં કરી શકે. તે કોઈક રીતે પોતાની જાતને મુક્ત કરે છે અને ગેટમાંથી ભાગી જાય છે પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થાય છે. તે કારના બોનેટ પર બેસીને રડવા કરવા લાગે છે. તેના હાથ અને પગમાંથી ઘણું લોહી વહી રહ્યું છે. આ દરમિયાન એક વ્યક્તિ આવીને તેને પાણી આપે છે અને વીડિયો બનાવનાર મહિલા પાડોશીઓ પર બૂમો પાડી રહી છે – ‘જો તમે તેને સંભાળી શકતા નથી તો તમે કૂતરો કેમ રાખો છો… જુઓ તે માણસની હાલત.’

X પર @Incognito_qfs ID સાથે શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – ‘સલમાન ખાન નામના ડિલિવરી બોય પર રાયપુરમાં પિટબુલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મને આશા છે કે આ મામલામાં શ્વાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ભારત સરકારે તાજેતરમાં ભારતમાં પીટબુલ્સ અને અન્ય 23 ખતરનાક શ્વાન જાતિઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂક્યો છે.’ આ વીડિયો પર ઘણા લોકો ગુસ્સો વ્યક્ત કરતા પણ જોવા મળ્યા.

Niraj Patel