અસલી મગર સાથે સ્ટન્ટ કરવા લાગ્યો આ વ્યક્તિ, મગરનું મોઢું ફાડીને પોતાનું માથું ઘુસાડ્યું અંદર અને પછી જે બન્યું તે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

મગર સાથે સ્ટન્ટ કરવો આ ભાઈને પડી ગયો ભારે, મગરનું મોઢું ખોલીને અંદર માથું નાખતા જ મગરે પકડી લીધો અને પછી… જુઓ હેરાન કરી દેનારો વીડિયો

Man Stunt With Crocodile : સોશિયલ મીડિયા પર આપણે અવારનવાર આવા વિડીયો જોતા હોઈએ છીએ જેમાં રીલ બનાવવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. આવો જ એક વીડિયો હાલમાં X પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, વીડિયોમાં એક વ્યક્તિ મગર સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ‘ખતરો કે ખિલાડી’ બનવાના ચક્કરમાં વ્યક્તિ કદાચ એ ભૂલી ગયો કે આવા શોમાં સ્ટંટ નિષ્ણાતોની દેખરેખમાં કરવામાં આવે છે.

આમાં અનેક પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે. પરંતુ આ વ્યક્તિ મગરના મોંમાં માથું નાખીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો Xના હેન્ડલ @NeverteIImeodd પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે એક યુવક મગર પર બેઠો છે અને તેણે મગરનું મોં ખોલ્યું છે અને તેને પૂરી તાકાતથી પકડી રહ્યો છે.

તેને કદાચ લાગે છે કે મગર હવે તેના નિયંત્રણમાં છે. તે મગર પર બેસે છે અને તેનું માથું તેના મોંમાં મૂકે છે. પરંતુ તેને કદાચ ખ્યાલ નહોતો કે મગર કેટલા શક્તિશાળી છે. મગર તરત જ તેના મોં વડે માણસનું માથું પકડી લે છે. ત્યાં હાજર લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં માત્ર એક જ ચોક્કસ શબ્દ લખવામાં આવ્યો છે – ‘ઓવર કોન્ફિડન્સ’.

આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેને 92 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે તેને ઓવર કોન્ફિડન્સ પણ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું- આ ગાંડપણ છે. અન્ય યુઝરે લખ્યું છે – તે પોતે જોખમ લઈ રહ્યો છે. ત્રીજા યુઝરે લખ્યું છે – હું મૃત્યુને સ્પર્શ્યા પછી પાછા આવવાનું વિચારી રહ્યો હતો.

Niraj Patel