‘ધરતી પર સૌથી કુલ ઇન્ડિયાવાળા…’ પૂરમાંથી ઝટપટ બહાર નીકળી ઓસ્ટ્રેલિયન મહિલા તો રહી હઇ હેરાન- જુઓ વીડિયો
મુંબઈ શહેર અન્ય વસ્તુઓ સિવાય તેના વરસાદ માટે ઘણું મશહૂર છે. શહેરના ઘણા વિસ્તારોમાં આ મોસમ માહોલને રોમેન્ટિક બનાવે છે, જ્યારે ઘણી જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળે છે. પૂર અને પાણી ભરાવું એ આખા મુંબઈમાં સામાન્ય દૃશ્ય બની ગયું છે, ખાસ કરીને સબવેમાં. લગભગ દર વર્ષે, શહેરમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદને કારણે જામ થઈ જાય છે.
જો કે આ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન મહિલાએ તાજેતરમાં જ મુંબઈમાં તેના ઉબેર ડ્રાઇવરને સમયસર એરપોર્ટ પર પહોંચાડવા માટે પૂરમાંથી પસાર થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટર અને કન્ટેન્ટ ક્રિએટર, બ્રી સ્ટીલને મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયુ હોવા છતાં તેના ઉબેર ડ્રાઈવરે સવારે 3 વાગ્યે એરપોર્ટ પર પહોંચાડી દીધી, ત્યારે તેને આશ્ચર્ય થયું. બ્રીએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું- ‘ભારતીય લોકો આ ગ્રહ પર સૌથી શાનદાર અને સૌથી અદ્ભુત લોકો છે!
અમે પૂરના પાણીમાંથી પસાર થયા જેમ કે તે કોઈ મોટી વાત નથી! તે ડરામણુ હતુ! આવું માત્ર ભારતમાં જ થઈ શકે છે. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે. તેણે આગળ કહ્યું- ‘આ પૂરી યાત્રા ભારતમાં જ થઈ શકતી હતી. પૂરા રસ્તે પૂરનું પાણી કેબના પૈડાની ઉપર હતુ અને કેટલાક લોકો પૂરના મેઇન પોઇન્ટ પર રાહ જોઇ રહ્યા હતા અને વાહનોને ગાઇડ કરી રહ્યા હતા. તે પણ સવારના 3 વાગ્યે.
જ્યારે હું એરપોર્ટ પર પહોંચી, ત્યારે હું સંપૂર્ણપણે ભીની થઇ ગયેલી હતી પણ પણ મારા જેવા ઘણા લોકો ચિલ કરી રહ્યાહતા. તેનાથી તેને કોઈ ફરક પડ્યો હોય તેવું લાગતું ન હતું. હવે હું ઓસ્ટ્રેલિયા પાછી આવી ગઇ છું. બ્રીએ કેટલાક દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો, ત્યારથી તેને 221,000 થી વધુ લાઈક્સ અને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
View this post on Instagram