પાકિસ્તાનમાં જે ભાવમાં ડુંગળી બટાકા નથી મળતા એ ભાવમાં મળે છે રહેવા માટે રૂમ, કેવી છે હાલત, જુઓ વિદેશી ટ્રાવેલરના વીડિયોમાં
117 rupees room in Pakistan : દુનિયાભરમાં ઘણા બધા ટ્રાવેલર છે જે રોજ બહાર ફરવા માટે જતા હોય છે અને ત્યાં જઈને અલગ અલગ કન્ટેન્ટ બનાવતા હોય છે. ઘણા વિદેશી ક્રિએટરો વિદેશ ઉપરાંત ભારતમાં પણ ફરવા માટે જતા હોય છે અને ત્યાંની પણ રહેણી કરણી તે બતાવતા હોય છે. હાલમાં જ એક કન્ટેન્ટ ક્રિકેટર પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યો હતો અને ત્યાંથી તેને ફક્ત 147 રૂપિયામાં જ હોટેલનો રૂમ મળી ગયો. હવે આ રૂમનો અંદરનો નજારો પણ જોવા જેવો હતો.
આપણે બધા જ જાણીએ છીએ કે પાકિસ્તાનની અંદર હાલમાં કેવા હાલ છે. હાલ આખો દેશ ગરીબી અને ભુખમરા સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે આવા સમયમાં એક વિદેશી પર્યટક પાકિસ્તાનની મુલાકાતે ગયો છે. તેને ત્યાં એક રૂમ બુક કર્યો અને આ રૂમનું ભાડું સાંભળીને તે પોતે પણ ચોંકી ગયો હતો. કારણ કે રૂમનું ભાડું ફક્ત 1.4 ડોલર એટલે કે 117 રૂપિયા જ હતું.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વવિદેશી પર્યટક પાકિસ્તાનના પેશાવરનું મુલાકાતે આવ્યો છે અને તે ત્યાં એક રૂમ બુક કરાવી રહ્યો છે. તે કેટલાક લોકોને મળે છે અને પછી તેના રમ વિશે વાત કરતો જોવા મળે છે. જેના બાદ બીજા દિવસે તે રૂમ જોવા માટે પણ પહહોચેં છે. જ્યાં તેને 1.4 ડોલર એટલે કે 117 રૂપિયામાં એક રૂમ મળે છે.
તે રૂમ જોવા સીડીઓ ચઢીને ઉપર જાય છે, તેના બાદ રૂમ જોઈને તે હેરાન રહી જાય છે. કારણે કે 117 રૂપિયાના રૂમમાં તેને ટીવી પણ મળ્યું હતું અને ત્યાં બે બેડ હતા. સાથે જ પંખો પણ હતો. ત્યાં પહેલાથી જ એક બ્લોગર પણ હાજર હતો. આ બ્લોગર નેધરલેન્ડનો રહેવાસી છે અને તે વર્ષ 2012થી મુસાફરી કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 159 દેશોની મુલાકાત લીધી છે.
View this post on Instagram