દીકરીએ ગિફ્ટ કરી પપ્પાને સોનાની ચેન, જોવાલાયક છે પિતાનું રિએક્શન- વીડિયો થયો વાયરલ

‘પાપા કી પરી’ના મીમ્સ જોઇ ખૂબ હસ્યા હશો પણ પાપાની આ પરીનો વીડિયો જોઇ થઇ જશો ઇમોશનલ

માતા-પિતા તેમના બાળકો માટે ઘણું કરે છે. તેમને સફળ બનાવવા માટે તે દિવસ-રાત સખત મહેનત કરે છે અને તેમના માટે જરૂરી બધું પ્રદાન કરે છે. કેટલીકવાર તેઓ બાળકોને જાણ કર્યા વિના સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે. ત્યારે બાળકોની પણ ફરજ બને છે કે તેઓ પણ તેમના માતા-પિતા માટે કંઈક એવું કરે જેને કારણે તેઓ ગર્વ અનુભવે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક દીકરી અને પિતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના દિલ જીકતી લીધા છે. વાસ્તવમાં પિતાના જન્મદિવસ પર દીકરી તેમને સરપ્રાઈઝ ગિફ્ટ આપતી જોવા મળી રહી છે.આ જોઈને પિતા ઈમોશનલ થઈ જાય છે અને તેમની આંખોમાંથી આંસુ વહી જાય છે. વીડિયોમાં એક છોકરી જ્વેલરી શોપમાં જઈને તેના પિતા માટે સોનાની ચેન ખરીદતી જોઈ શકાય છે.

આ પછી તે તેને પેક કરીને ઘરે લાવે છે અને જ્યારે પિતા જન્મદિવસની કેક કાપે છે, ત્યારે તે સોનાની ચેન તેમને ભેટમાં આપે છે. દીકરી પાસેથી આવી અનમોલ ભેટ મળતા પિતા ભાવુક થઈ જાય છે અને તેમની આંખમાંથી આંસુ વહી જાય છે. આ હૃદયસ્પર્શી વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર thesassynandini_ નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે.

જેના કેપ્શનમાં લખ્યું છે, ‘મેં તેમને જન્મદિવસ પર સરપ્રાઇઝ આપ્યુ, મેં વિચાર્યું હતું કે હું આને સોશિયલ મીડિયા પર શેર નહીં કરું, પરંતુ તેમની પ્રતિક્રિયા જોઈને મારું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું. તેમને આ ભેટ આપવાનું મારું સપનું હતું અને આજે તેમની પુત્રી તરીકે હું ગર્વ અનુભવુ છુ અને ખુશ છું. તેમને રડતા જોઈને અમે બધા રડવા લાગ્યા.’

Shah Jina