શાહરૂખ-ગૌરી વચ્ચે થઇ અંબાણીના લગ્નમાં બહેસ, રણવીરને આલિયાને કાઢી આંખો…જુઓ

શાહરૂખ-ગૌરી વચ્ચે થયો ઝઘડો, આલિયા પર પર ભડક્યો રણબીર….અંબાણીના લગ્નમાંથી સેલેબ્સની ખુલી પોલ

બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર્સ, રાજકારણીઓ અને અન્ય ઘણા લોકો અંબાણી પરિવારના દીકરા અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થયા હતા. વરરાજાના માતા-પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના સૌથી નાના પુત્રના ખાસ પ્રસંગને ખૂબ જ ખાસ બનાવવા અહેવાલો અનુસાર 5000 કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ અંબાણીના લગ્નની અંદર શું થયું ? તમને ખબર છે..આ મામલે નવી માહિતી સામે આવી છે.

વાયરલ રેડિટ થ્રેડમાં, અંબાણીના લગ્નમાં કથિત રીતે સ્ટાફ તરીકે કામ કરનાર એક યુઝરે અંદરના રહસ્યો જાહેર કર્યા છે. હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડાની જાહેરાત કરી, જ્યારે અનન્યા પાંડેએ માર્ચમાં આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું. અનંતની બારાતના તેમના વાયરલ ડાન્સ વીડિયોએ ચાહકોને ચોંકાવી દીધા અને એવા સમાચાર વાયરલ થવા લાગ્યા કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

જો કે સ્ટાફ મેમ્બરે દાવો કર્યો છે કે હાર્દિક અને અનન્યા લગ્ન જાન પછી પણ સાથે હતા. રીપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ રાજવી પરિવારમાંથી છે અને લગ્નમાં તે વીવીઆઈપી હતી. Reddit યુઝરે દાવો કર્યો હતો કે જ્યારે જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર સાથે હતી, ત્યારે તે સારા અલી ખાનને ઇગ્નોર કરી રહી હતી. જાહ્નવી કપૂરને સારા અલી ખાન સાથે કેટલીક સમસ્યાઓ હતી કારણ કે તે તેને નજરઅંદાજ કરતી રહી.

જ્યારે ઈબ્રાહિમ સાથે બાકીના લોકો અલગ વર્તન કરે છે. રસપ્રદ વાત એ છે કે સારા ઘણા વર્ષો પહેલા શિખરના ભાઈ વીરને ડેટ કરતી હતી. આ ઉપરાંત સ્ટાફે એ પણ ખુલાસો કર્યો કે શાહરૂખ અને ગૌરી ખાન વચ્ચે લગ્નના પહેલા દિવસે બહેસ થઇ ગઇ હતી. જ્યારે રણબીર કપૂરે તેની પત્ની આલિયા ભટ્ટને ઠીકથી વ્યવહાર કરવા માટે કહ્યુ હતુ. યુઝરે કહ્યું- તે ફક્ત તેના પતિની નજીક રહેવા માંગતી હતી. સૂત્રએ વધુમાં દાવો કર્યો કે જ્યારે ખુશી કપૂર લગ્નની જાન ભાવુક થઈ ગઈ, ત્યારે તેના બોયફ્રેન્ડ વેદાંગ રૈનાએ તેનું ધ્યાન રાખ્યું.

આ ઉપરાંત એવું પણ તેણે જણાવ્યુ કે જયા બચ્ચન અને કૃતિ સેનન વચ્ચે બહેસ થઇગઇ, સુહાના ખાને વધારે સમય તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે વિતાવ્યો, અમિતાભ બચ્ચન હેરાન રહી ગયા. દીપિકા પાદુકોણે લગ્નમાં મોટાભાગનો સમય તેની માતા સાથે વિતાવ્યો, પતિ રણવીર સિંહ સાથે નહીં, જે દેખીતી રીતે અન્ય જગ્યાએ વ્યસ્ત હતો. પોસ્ટમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે અર્જુન કપૂર અને કુશા કપિલા કે જેના ડેટિંગની અફવા હતી તેઓ એકબીજાથી અંતર જાળવતા જોવા મળ્યા.

Shah Jina