અનંત-રાધિકાની શુભ આશીર્વાદ સેરેમનીમાં 200 કરોડની માલકિન આ એક્ટ્રેસે પોતાના લુકથી લૂંટી મહેફિલ- જુઓ તસવીરો

બોલિવૂડ સ્ટાર્સ જ્યાં પણ જાય છે ત્યાં દરેકની નજર તેમના લુક પર હોય છે. આવી સ્થિતિમાં તે પોતાની સ્ટાઈલમાં ઘણા પ્રયોગો પણ કરે છે. છેલ્લા કેટલાક દિવસ સ્ટાર્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શનમાં જોવા મળ્યા, જ્યાં તેઓ થીમ મુજબ દેશી લુકમાં સજી ધજીને આવ્યા.

14 જુલાઇના રોજ જ્યારે પરણિત કપલ અનંત-રાધિકા ​​માટે શુભ આશીર્વાદ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એક એક્ટ્રેસે એન્ટ્રી મારતા જ લોકો તેની સ્ટાઇલ અને સુંદરતાથી પ્રભાવિત થઇ ગયા. અમે વાત કરી રહ્યા છે દિવ્યા ખોસલા કુમારની. દિવ્યાએ આ સેરેમની માટે ચમકદાર સાડી પહેરી હતી અને આ સાથે તેણે ન્યૂડ બોડી હગિંગ સ્કર્ટ પહેર્યું હતું.

તેની સાડી પર સિલ્વર સેક્વિન સિતારોથી લાઇનમાં ડીટેલિંગ કરી હતી, તો તેની લેન્થને ફ્લોરથી વધારે રાખવામાં આવી હતી. આ સાડી સાથે હસીનાએ પ્લંગિંગ નેકલાઇન બ્લાઉઝ પહેર્યું હતું. આના પર સિલ્વર એમ્બિલશમેંટ લાગ્યા હતા, અને ઝાલરની જેમ બોડી બનાવવામાં આવી હતી.

દિવ્યાએ આ લુકને ડાયમંડ જ્વેલરી સાથે કેરી કર્યો હતો,જે તેને વધુ શાઇની બનાવી રહ્યો હતો. તે હીરોથી લદાયેલ નેકલેસમાં શાનદાર લાગી રહી હતી. હસીનાના બંને હાથ પર મોટા હીરાની વીંટી હતી, જેના પરથી નજર પણ નહોતી હટી રહી.

દિવ્યાએ તેનો મેકઅપ તેના આઉટફિટ જેવો જ ચમકદાર રાખ્યો હતો. તેણે સાઇડ પાર્ટીશન સાથે વાળને લાઇટ વેવી ટચ આપીને તેનો લુક પણ કમ્પ્લીટ કર્યો હતો. ઓવરઓલ આ લુકમાં દિવ્યા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

Previous Article

45ની ઉંમરે પણ ટીવીની કોમોલિકાની હોટનેસનો નથી કોઇ તોડ, જવાન દીકરાઓ સાથે આપે છે કુલ પોઝ

Next Article

દિશા પટનીએ દેશી લુકમાં મચાવ્યો કહેર, કાતિલાના તસવીરો જોઇ લોકો બોલ્યા- તુમ હુસ્ન પરી તુમ જાને જહાં...

error: Protected Content!