એનિમલની ‘ભાભી 2’ નો 27 સેકન્ડનો કિસિંગ સીન નહિ જોઇ શકે ચાહકો ? પરિણીત વિક્કી કૌશલ ગંદા બીભત્સ સીન આપ્યા, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને એમી વર્ક સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં જોવા મળી રહી છે. ત્રણેયની તિગડીવાળી આ કોમેડી ફિલ્મની કહાની પણ એકદમ અનોખી છે, જેની ઝલક ટ્રેલરમાં જોઈ શકાય છે.

આ ફિલ્મ 19 જુલાઈ 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઇ. પણ એ પહેલા ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા. સેન્સર બોર્ડે ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ પહેલા ફિલ્મના ત્રણ બોલ્ડ સીન પર કાતરનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટ અનુસાર, સીબીએફસીએ ફિલ્મના કોઈપણ સીનને કાપ્યા નથી, પરંતુ તેને ટ્રિમ કરવાની સલાહ આપી છે.

ફિલ્મના જે ત્રણ સીન બદલવામાં આવ્યા છે તેમાં બે કિસિંગ સીન પણ છે. આ સાથે ફિલ્મના ઓડિયોમાં કોઈ કટ નથી લગાવવામાં આવ્યો. ફિલ્મના માત્ર 9, 10 અને 8 સેકન્ડના સીન એટલે કે ટોટ 27 સેકન્ડના સીન્સમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની જોડી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બંનેની અદભૂત કેમેસ્ટ્રી પણ ટ્રેલર અને રીલીઝ થઇ રહેલા ગીતોમાં જોવા મળી રહી છે.

Shah Jina