ડિવોર્સ બાદ દીકરા અગસ્ત્યને પપ્પા હાર્દિકની યાદ ના આવે એટલે આવી રીતે ખુશ રાખી રહી છે નતાશા સ્ટેનકોવિક, વીડિયો થયો વાયરલ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગુરુવારે એટલે કે 18 જુલાઈએ એક મોટી જાહેરાત કરી. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઇ ગયો છે. 4 વર્ષ સાથે રહ્યા બાદ હવે તે અને નતાશા અલગ થઈ રહ્યા છે. પોતાની ઈમોશનલ પોસ્ટમાં પંડ્યાએ પુત્ર અગસ્ત્યનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન પંડ્યા અને નતાશાએ મે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને બંને 30 જુલાઈ 2020ના રોજ અગસ્ત્યના માતા-પિતા બન્યા હતા. આ પછી નતાશા અને હાર્દિકે ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન બંને રીતિ-રિવાજો મુજબ ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા, પણ આ લગ્ન લાંબો સમય ના ચાલ્યા અને લગભગ 17 મહિનાની અંદર જ તૂટી ગયા.

છૂટાછેડાની જાહેરાતના થોડા સમય પહેલા જ નતાશાને તેના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. હાલમાં નતાશા તેના પુત્ર સાથે હોમટાઉન સર્બિયામાં છે. નતાશા તેના પુત્ર સાથે હાલ ક્વોલિટી ટાઇમ વીતાવી રહી છે. તે હાર્દિક સાથે છૂટાછેડા બાદ અગસ્ત્યને ખુશ રાખવાના દરેક પ્રયત્ન કરી રહી છે.

નતાશાએ ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાંથી એક વીડિયોમાં તે તેના પુત્ર અગસ્ત્ય અને મસ્તી કરતી જોવા મળી રહી છે. નતાશા તેના પુત્રની ગાડી પર બેસી તેને ચલાવી રહી છે, અને પાછળ તેનો પુત્ર અને ડોગ દોડતા જોવા મળી રહ્યા છે.

Shah Jina