યુવરાજ-હરભજને વીડિયોમાં એક્ટિંગ પડી ભારે, પોલીસમાં થઇ ફરિયાદ, જુઓ

હરભજને માફી માંગી, પેરા એથ્લેટે WCL જીત્યા બાદ શેર કરેલા વીડિયો પર ઉઠાવ્યા સવાલ,

Harbhajan Singh apologized : ભારત ચેમ્પિયન્સે તાજેતરમાં જ પાકિસ્તાનને હરાવી WCL 2024નો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય ચેમ્પિયન ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે લંગડાતા ચાલતા જોવા મળ્યા. ખરેખર, તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. તે માત્ર 15 દિવસ સુધી સતત રમ્યા બાદ તેનું શરીર કેવું અનુભવી રહ્યું છે તે બતાવવા માંગતો હતો, પરંતુ આ વીડિયો પર પેરા એથ્લેટ માનસી જોશીએ વાંધો ઉઠાવ્યો હતો.

વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું કે સ્ટાર ખેલાડીઓ પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી. તેણે થોડી જવાબદારી બતાવવી જોઈતી હતી અને ના ઉડાવવી જોઈએ. હરભજન સિંહે હવે X પર એક પોસ્ટ દ્વારા આ સમગ્ર મામલે માફી માંગી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મારો ઈરાદો કોઈ સમુદાયને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમે ફક્ત વિડિયોમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે કે સતત 15 દિવસ સુધી રમ્યા પછી આપણું શરીર કેવું અનુભવે છે.

માફી માંગવાની સાથે હરભજન સિંહે પોસ્ટ કરેલા વીડિયોને પણ ડિલીટ કરી દીધો હતો. આ વીડિયોમાં હરભજન સિંહ એકલો નહોતો પરંતુ તેની સાથે સુરેશ રૈના, યુવરાજ સિંહ અને ગુરકીરત માન જેવા ખેલાડીઓ પણ હતા. આ વીડિયોના કેપ્શનમાં હરભજને જે લખ્યું છે તેનાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનો ઈરાદો કોઈની મજાક ઉડાવવાનો નહોતો. કેપ્શનમાં હરભજને લખ્યું, ’15 દિવસના લિજેન્ડ્સ ક્રિકેટે શરીરને વ્યથાની સ્થિતિમાં છોડી દીધું. આખું શરીર દુખે છે.

Niraj Patel