‘દર રવિવારે અમે તમારું ફૂડ અમારા ઘરે જમીએ છીએ’ મુકેશ અંબાણી કોલેજના દિવસોમાં જે કેફેનું જમતા તેની માલકીનને લગ્નમાં આપ્યું આમંત્રણ,જુઓ

‘દર રવિવારે અમે તમારું ફૂડ અમારા ઘરે જમીએ છીએ’ અંબાણી પરિવાર મૈસુર કેફેના માલકીનનું કર્યું સન્માન

Ambani Welcome owner of the Mysore cafe : દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા, જેમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવારે કેફે મૈસુરના માલિક શ્રીમતી શાંતેરી નાયકને પણ અનંત અને રાધિકાના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું.

આ કેફે મુંબઈના માટુંગામાં આવેલું છે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી કોલેજના દિવસોમાં આ કેફેમાં ખાવા માટે જતા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનંત તેની પત્ની રાધિકાનો પરિચય શાંતેરી સાથે કરાવતો જોવા મળે છે. આ દરમિયાન રાધિકાએ કેફેના માલિકના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા અને તેમની સાથે વાત કરી.

રાધિકાની આ સ્ટાઇલના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે.  વીડિયોમાં નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા અંબાણીની ઝલક પણ જોવા મળી રહી છે. તે શાન્તેરીનું ઉષ્માભેર સ્વાગત પણ કરી રહી છે. કાફે મૈસૂર મુંબઈના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. રામા નાયકે તેની શરૂઆત 1936માં એક કાર્ટ પર કરી હતી. તે હવે એક રેસ્ટોરન્ટ છે અને તેના દક્ષિણ ભારતીય ખોરાક માટે પ્રખ્યાત છે. શાન્તેરીના પુત્ર નરેશ નાયક દ્વારા તેનું સંચાલન કરવામાં આવનાર છે.

Niraj Patel