નીતા અંબાણીએ અનંતના લગ્નમાં પહેલીવાર સમજાવ્યું કન્યાદાનનું સાચું મહત્વ, જુઓ વીડિયો
Nita Ambani’s emotional speech : 12 જુલાઈના રોજ અનંત અને રાધિકા એક બીજા સાથે ભવ ભવન બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્ન દેશ અને દુનિયાના સૌથી શાહી અને મોંઘા લગ્નમાંથી એક હતા. અનંત અંબાણીના પિતા અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આ લગ્ન પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા, અને કોઈ કસર પણ બાકી ના રાખી. સાથે જ આ લગ્નમાં બૉલીવુડના સેલેબ્સ પણ આવ્યા અને દેશ અને દુનિયાના રાજનીતિક નેતાઓ અને બિઝનેસમેનોએ પણ હાજરી આપી ચાર ચાંદ લગાવ્યા.
હાલ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ અનંત-રાધિકાના લગ્ન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો જોવા મળી રહ્યા છે. દરમિયાન, તાજેતરમાં જ અનંત-રાધિકાના લગ્નનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે કન્યાદાન સમારોહનો છે.
આ વીડિયોમાં નીતા અંબાણી ત્યાં હાજર તમામ લોકોને હિન્દુ ધર્મની કન્યાદાન વિધિનો અર્થ અને તેની વિશેષતા સમજાવતા જોવા મળે છે. નીતા અંબાણીનો આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો.
વીડિયોમાં નીતા અંબાણી તેમના મહેમાનોને કન્યાદાન વિશે વિગતો આપતા જોવા મળે છે. તે કહે છે કે હિન્દુ ધર્મમાં લગ્ન એક જન્મ માટે નથી પરંતુ સાત જન્મ સુધી એકબીજા સાથે રહેવાનું વચન છે. એવી માન્યતા છે કે દરેક જન્મમાં તમને તમારો જીવનસાથી કોઈને કોઈ રીતે મળશે.
લગ્નમાં સૌથી વિશેષ વિધિ ‘કન્યાદાન’ છે, જેમાં કન્યાના માતા-પિતા તેમની પુત્રીનો હાથ વરને સોંપે છે. હું પણ કોઈની દીકરી છું, દીકરીની મા છું અને વહુની સાસુ પણ છું. તેથી હું સારી રીતે જાણું છું કે કોઈ પણ માતાપિતા તેમના બાળકોથી દૂર જઈ શકતા નથી.
આગળ નીતા કહે છે કે – ‘અમારી દીકરીઓ ઘરને સ્વર્ગ બનાવે છે. કન્યાદાન સરળ નથી. આ સિવાય નીતા રાધિકાના માતા-પિતાને સાંત્વના આપતી પણ જોવા મળે છે. તેણી કહે છે કે તમે માત્ર તમારી પુત્રીને જ નથી આપી રહ્યા પરંતુ તમે તમારા પરિવારમાં પુત્રનું સ્વાગત પણ કરી રહ્યા છો. રાધિકા જેટલી અમારી છે તેટલો જ અનંત તમારો છે.
મુકેશ અને હું વચન આપીએ છીએ કે અમે હંમેશા અમારી દીકરી ઈશાની જેમ રાધિકાનું ધ્યાન રાખીશું. અમે તેને અનંતના સોલમેટની જેમ સાચવીશું. નીતાના આ ભાષણે મુકેશ અંબાણી સહિત ત્યાં હાજર દરેકને ભાવુક કરી દીધા હતા. હવે નીતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram