માઉન્ટ આબુ ફરવા જવાના શોખીનો આ જોઈ લો! પાટણથી ફરવા ગયેલા 7 યુવાનોને દોડાવી દોડાવી માર્યા, 1નું મોત, 3 ઘાયલ- વાંચો બધી ડિટેઇલ
Attack on Gujaratis in Mount Abu : ગુજરાતીઓ એક બે દિવસની રજા મળે એટલે ફરવા જવાનું પ્લાન કરતા હોય છે અને તેમાં પણ ગુજરાતની સૌથી નજીક આવેલા માઉન્ટ આબુમાં સૌથી વધુ ગુજરાતીઓ પ્રવાસીઓ આવી પહોંચે છે. હાલ ચોમાસાનો માહોલ છે અને આ માહોલમાં ઘણા બધા લોકો માઉન્ટ આબુમાં ફરવા માટે પણ જતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં પણ ઘણીવાર લોકોને કડવા અનુભવ પણ થતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે જાણીને તો તમને પણ માઉન્ટ આબુ જવવાનું મન નહિ થાય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના 7 જેટલા યુવાનો માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા, આ દરમિયાન 5 જેટલા લોકોએ આ યુવકો પર હુમલો કર્યો હતો. જેમાંથી 25 વર્ષના એક યુવકને પેટમાં છરાના ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું હતું. તો 3 જેટલા યુવકો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જયારે 3 યુવકો ભયના માર્યા જંગલમાં છુપાઈ ગયા હતા. આ મામલે મૃતક યુવકના મામાએ માઉન્ટ આબુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, તેમનો ભાણો સંજય 25 વર્ષીય સાહિલઅને તેના ભત્રીજા કિરણ, નિકુલ અને સંબંધી મયંક સહિત 7 લોકો માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. જ્યાં સાત વળાંક પર ટોયલેટ માટે કાર પાર્ક કરી દીવાલ પર બે વ્યક્તિ બેઠા હતા. આ દરમિયાન સાહિલને બે છોકરા સાથે ઝઘડો થયો હતો. થોડા સમય પછી ત્રણ છોકરાઓ માઉન્ટ આબુથી બાઇક પર આવ્યા અને પાંચેય એકસાથે હુમલો કર્યો હતો.
એકના હાથમાં છરી અને ક્લિપ જેવા હથિયાર હતા. આ હુમલામાં સંજયને માથાના ભાગે અને જમણા હાથે ઈજા થઈ હતી. મયંકના જમણા હાથમાં ઈજા થઈ હતી. સાહિલના બંને હાથ, પીઠ અને પેટ ઉપર છરીના ઘા ઝીંકાયા હતા. નકુલ, કિરણ અને રસિક ડરીને ભાગીને નીચે જંગલમાં સંતાઈ ગયા હતા. ત્યારે ઘટના બાદ સાહિલને મહેસાણા હોસ્પિટલમાં લઈ જવાતાં તેને મૃત જાહેર કરાયો હતો.