Rape FIR Copy Against Armaan Malik : રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 માં જોવા મળેલ યુટ્યુબર અરમાન મલિક તેની અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. આટલું જ નહીં, યુટ્યુબર તેની બે પત્નીઓ સાથે શોનો ભાગ બન્યો,
તેથી ઘણા સેલેબ્સ અને લોકો અરમાન પર ગુસ્સે થયા. આ સાથે જ તાજેતરમાં અરમાન મલિક સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અરમાન પર 11 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ લગાવતી FIRની કોપી સોશિયલ મીડિયા પર સામે આવી છે.
વર્ષ 2019માં અરમાન મલિક પર તેની 11 વર્ષની નોકરાણી પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં, આ કેસની FIR કોપી સોશિયલ મીડિયા પર લીક થઈ હતી જેમાં સગીરાએ પોતાનું નિવેદન નોંધ્યું છે.
FIR કોપીમાં લખવામાં આવ્યું છે કે અરમાન તેને Drgનું ઈન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. પાયલ બધું જાણતી હતી પણ તેણે મને રજા ન આપી. તે મને માર પણ મારતો હતો અને હું ખૂબ પરેશાન થઈ જતી હતી.
તેને આગળ જણાવ્યું હતું કે અરમાન મોડું આવે તો તેને થપ્પડ પણ મારતો હતો અને આ દુષ્કર્મ તેની સાથે ત્યારે થયો જ્યારે 2018માં અરમાનનો પરિવાર અમદાવાદ રહેવા ગયો હતો. આવી સ્થિતિમાં અરમાન મલિક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અત્યાર સુધી અરમાન વિરુદ્ધ હત્યા, દુષ્કર્મઅને ડ્રગ્સ જેવા કેસ પેન્ડિંગ છે.
આ મામલે વડાપાઉં ગર્લ ચંદ્રિકાનું પણ નિવેદન સામે આવ્યું છે.તેને કહ્યું કે “જો પુરાવા હોય તો તે વ્યક્તિને જીવવાનો અધિકાર પણ નથી કારણ કે તેની પણ એક પુત્રી છે. જ્યારે મેં મારા વિચારો વ્યક્ત કર્યા ત્યારે મેં અરમાનને સમર્થન આપ્યું ન હતું. મેં માત્ર કૃતિકાને જ સમર્થન આપ્યું છે અને આજે મને જે જાણવા મળ્યું છે તે જો અગાઉ જાણ્યું હોત તો હું અરમાન સાથે બેઠી પણ ન હોત.
SOURCE: CRIMETAK.IN , TIMESNOWHINDI , moneycontrol