અમદાવાદની યુવતીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, વીડિયો કર્યો શેર.. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગઈ તો કહ્યું, “સેફ ના હોય તો રાત્રે ઘરની બહાર ના નીકળો..”

Ahmedabad Girl Accuses The Police : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. તો ઘણીવાર સામાન્ય અકસ્માત થતા બે વાહનો ચાલકો વચ્ચે ઝઘડા થવાની પણ ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના બાદનો વીડિયો સામે આવ્યો છે,

જેમાં એક યુવતી અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવતી જોવા મળી રહી છે. યુવતીએ તેની સાથે બનેલી ઘટના બાદ એક વીડિયો શેર કર્યો છે જેમાં પોલીસ ફરિયાદ કરવા ગયા દરમિયાન તેની સાથે શું બન્યું તે તેને જણાવ્યું છે. વીડિયોમાં યુવતી જણાવી રહી છે કે “મારું નામ આયેશ ગેલેરિયા છે. મારી સાથે એક બનાવ બન્યો છે

જેમાં એક વ્યકિતએ મારી ગાડીને અથડાવી આગળ જતાં હતાં ત્યારે મેં તેમને રોક્યા હતા, ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા. જેથી મેં મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યક્તિ મારી ગાડીને જોરજોરથી ખખડાવવા લાગ્યા અને બહાર ઊતર…બહાર ઊતર… કહેવા લાગ્યા હતા.”

યુવતીએ આગળ જણાવ્યું કે “આ વ્યક્તિ મારી સાથે અશોભનીય શબ્દો બોલી રહ્યા હતા. પોલીસ આવી ત્યારે મેં પોલીસને જાણ કરી. આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં લીધાં નહોતાં. જેથી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યાં મારી હકીકત જણાવી હતી. પરંતુ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતી. મને 4 કલાક સુધી ત્યાં બેસાડવામાં આવી હતી અને સામેવાળાને એસી રૂમમાં બેસાડી ચા-પાણી કરાવવા જેવી સગવડતાઓ આપી હતી. ”

આયશાએ એમ પણ કહ્યું કે “મારી વાત સાંભળવા પણ તૈયાર નહોતા.મારી FIR લેવામાં આવી નથી. જો કે સામેવાળાની ફરિયાદ લઈ લીધી હતી. હું વિનંતી કરી રહી હતી ત્યારે પોલીસવાળાએ કહ્યું કે સેફ ના હોવ તો અડધી રાતે બહાર ના નીકળો. મારે તો બસ ન્યાય જોઇએ છે.”  આ ઘટના 14 જુલાઈના રોજ રાત્રે 8.30 કલાકે બની હોવાનું સામે આવ્યું છે જેમાં એસજી હાઇવે પર યુવતી અને વકીલની કાર વચ્ચે ટક્કર થયા બાદ આ મામલો ગરમાયો હતો.

Niraj Patel