અંબાણી પરિવારમાં કંકુ પગલાં પાડીને આવેલી રાધિકા માટે ખોલી નાખી તિજોરીઓ… 640 કરોડનો વીલા, 108 કરોડની હાર અને જુઓ બીજું શું શું મળ્યું ભેટમાં

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે પરિવારે ખોલી નાખ્યા ધનના ભંડાર, ભેટમાં એવી એવી વસ્તુઓ આપી કે જાણીને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ

Gift to Radhika from Ambani family : હાલમાં જ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્રના લગ્ન થયા હતા, તેમના લગ્નમાં અભિનેતાઓથી લઈને ક્રિકેટરો અને રાજકારણીઓથી લઈને ગાયકો સુધી સમગ્ર બોલિવૂડના લોકો આવ્યા હતા. આ પ્રસંગમાં સિંગરોએ કરોડો રૂપિયાનો ચાર્જ પણ લીધો. ત્યારે જેને અંબાણી પરિવારમાં કંકુ પગલાં પાડ્યા છે તે રાધિકાને અંબાણી પરિવાર તરફ શું ભેટ મળી ? ચાલો જોઈએ.

નીતા અંબાણીએ દુબઈ નજીક પામ જુમેરાહમાં બનેલો એક આલીશાન વિલા તેમના નાના પુત્ર અનંત અંબાણી અને નાની રાધિકાને લગ્નની ભેટ તરીકે ભેટમાં આપ્યો છે અને આ વિલા દુબઈની નજીકના પોશ વિસ્તારમાં છે. તમને જણાવી દઈએ કે આ વિલાની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા કહેવાય છે અને તેમાં 10 બેડરૂમ છે અને આ સિવાય એક પ્રાઈવેટ બીચ પણ છે.

આ બધા સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની પુત્રવધૂને એક ભવ્ય મોતી અને ડાયમંડ વેડિંગ ચોકર નેકલેસ પણ ભેટમાં આપ્યો છે, જેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

અંબાણી પરિવાર પાસે એકથી એક ચડિયાતી લક્ઝરી કાર છે અને નીતા અંબાણીએ તેમના પુત્રને ભેટમાં બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ કાર આપી છે. બજારોમાં તેની કિંમત 5 કરોડ 42 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ સિવાય સાસુ નીતા અંબાણીએ તેમની નાની વહુને કસ્ટમ મેડ જ્વેલરી અને કાર્ટિયર બ્રોચ પણ ગિફ્ટ કર્યા છે, તેની કિંમત 21 કરોડ 70 લાખ રૂપિયા છે.

 

Niraj Patel